તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
એ. જી. ચોક હોકર્સ ઝોનમાં ચેકીંગઃ ૧૦ સ્થળોએથી ૪૪ કિલો અખાદ્ય ચીજોનો નાશ
મનપાની ફૂડ શાખાનો સપાટો કાલાવડ રોડ વિસ્તારમાં ખાણીપાણીના ધંધાર્થીને ત્યાં ચકાસણી દરમ્યાન અખાદ્ય બટેટા, ઢોકળાનું ખીરૂ, વાસી પનીર, વાસી પીઝા, ગ્રેવી તથા નુડલ્સ સહિતનો જથ્થો ઝડપાયો

રાજકોટ, તા. રપ : ચોમાસાની શરૂ થતી ઋતુમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ નહી તે માટે થઈ ને આગોતરા પાગલના ભાગરૂપે નાયબ કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીની લારી, હોટેલ, રેસ્ટોરેન્ટ વગેરેમાં વિશેષ ચકાસણી ઝૂબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના એ.જી. ચોક હોકર્સ ઝોન કાલાવડ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૮ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ચેકીંગ દરમ્યાન ૧૦ સ્થળોએ કુલ ૪૪ કિલો અખાદ્ય ચીજોનો જથ્થો ઝડપાયો.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફૂડ શાખા દ્વારા કરાયેલ ચેકીંગ દરમ્યાન દિલખુશ પાણીપુરી -બટેટા, ઢોકળાની ખીરું મળીને કુલ- ૦૭ કિ.ગ્રા. , બાલા ચાઇનીઝ પંજાબી- આજીનો મોટો - ૦૭ કિ.ગ્રા , જયશ્રી રામ ચાઇનીઝ પંજાબી - બાંધેલો લોટ, ગાર્લિક પેસ્ટ મળીને કુલ- ૦૪ કિ.ગ્રા , હર હર મહાદેવ ચાઇનીઝ - ગ્રેવી તથા નુડલ્સ મળીને કુલ- ૦૬ કિ.ગ્રા , માહિર મદ્રાસ કાફે -બટેટાનો મસાલો - ૦૫ કિ.ગ્રા , માહિર ચાઇનીઝ પંજાબી - ગ્રેવી તથા આજીનો મોટો મળીને કુલ- ૦૫ કિ.ગ્રા, પીઠડ ચાઇનીઝ પંજાબી - વાસી પનીર - ૦૨ કિ.ગ્રા , યશ ફાસ્ટફૂડ -મીઠી ચટણી - ૦૨ કિ.ગ્રા , શ્રીનાથજી ભેળ પાણીપૂરી - બાફેલા બટેટા- ૦૩કિ.ગ્રા , ભોલા ફાસ્ટફૂડ - વાસી પિઝા - ૦૨ કિ.ગ્રા , રૂહી વેજ મોમઝ - પનીર ૦૧ કિ.ગ્રા મળીને કુલ ૪૪ કી.ગ્રા. અખાદ્યચીજનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
ઉપરાંત પટેલ ચાઇનીઝ પંજાબી , જય બાલાજી કરછી દાબેલી , બજરંગ ઘૂઘરા , ભેરુનાથ કસાટા આઇસ્ક્રીમ , જિલ્લાની વડાપાઉં , ક્રિષ્ના પાઉંભાજી , જલારામ કોલ્ડ્રિંક્સ , શુભમ સેન્ડવીચ , ગાયત્રી મદ્રાસ કાફે, કિશનભાઈ બટેટાવાળા, શન્નીભાઈ બટેટાવાળા તથા દેવ ફાસ્ટફૂડ, દેવ મદ્રાસ કાફે સહિતના ધંધાર્થીને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી.
(4:07 PM IST)










