<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

ગેમ ઝોન અગ્નિકાંડઃ બી. જે. ઠેબા અને આઇ. વી. ખેર જેલહવાલે થયા

રાજકોટ તા. ૨૫: શહેરના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં ૨૭ લોકોનો ભોગ લેવાયો હતો. આ મામલે નોંધાયેલા ગુનામાં રાજકોટ સિટની ટીમે અગાઉ બાર આરોપીઓની ધરપકડ કરી હતી. વધુ ત્રણની શનિવારે ધરપકડ થઇ હતી. જે પૈકી એક આરોપી જેલહવાલે થયેલ અને બે આરોપી ચીફ ફાયર ઓફિસર ઈલેશ વાલાભાઈ ખેર (ઉ.વ.૪પ, રહે. રાજ વાટીકા, આલાપ સેન્‍ચુરીની બાજુમાં, પુષ્‍કરધામ રોડ) અને ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબા (ઉ.વ.પ૪, રહે. ગીતાનગર શેરી નં.૭, ગોંડલ રોડ)ને રિમાન્‍ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતાં બે દિવસના રિમાન્‍ડ મંજુર થયા હતાં. રિમાન્‍ડ પુરા થતાં આ બંને આજે જેલહવાલે થયા હતાં. ગઇકાલે જેલહવાલે થયેલા એમ. ડી. સાગઠીયાનો હવે એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોની ટીમ કબ્‍જો મેળવી ધરપકડ કરશે. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયા અને ટીમ વધુ તપાસ કરે છે

(2:54 PM IST)