<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

જિલ્લા પંચાયતમાં ૮ જુલાઇએ કારોબારી બેઠકઃ ૧૫મી આસપાસ સામાન્‍ય સભા

ચુંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ પ્રથમ વખત મહત્‍વના નિર્ણયો લેવાની વેળા

રાજકોટ તા ૨૦: જિલ્લા પંચાયતમાં લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા પૂર્ણ થતા વિવિધ સમિતિઓની બેઠકોનો દૂર શરૂ થયો છે. આજે સિંચાઈ સમિતિની બેઠક મળી હતી.બધી સમિતિઓની બેઠક બાદ કારોબારી અને સામાન્‍ય સભા મળશે. ચૂંટણી વખતથી અત્‍યાર સુધીના પડતર કામો અંગે અને ભાવિ યોજના અંગે મહત્‍વના નિર્ણયો થશે.

કારોબારી બેઠક તારીખ ૮ જુલાઈએ મળશે કારોબારી અધ્‍યક્ષ પી જી  કયાડાએ આજે લાંબા સમય બાદ જિલ્લા પંચાયત આવી વહીવટી કામગીરીની જાણકારી મેળવેલ તેમજ કારોબારીની તારીખ નક્કી કરી હતી. ટૂંક સમયમાં વિધિવત એજન્‍ડા પ્રસિદ્ધ થઈ જશે કારોબારીનો એજન્‍ડા પ્રસિદ્ધ થયા બાદ તુંરત સામાન્‍ય સભાની તારીખ જાહેર થશે શાસકો સામાન્‍ય સભા તારીખ ૧૦ થી ૧૫ જુલાઈ વચ્‍ચે યોજવા ઇચ્‍છે છે. પ્રશ્નોત્તરી સાથેની સામાન્‍ય સભા થશે. લોકસભાની ચૂંટણી પછી પ્રથમ વખત કારોબારી બેઠક અને સામાન્‍ય સભા મળી રહી છે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ દ્વારા પૂર્વ તૈયારી શરૂ થઈ ચૂકી છે.

(4:41 PM IST)