તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
શહેરના તમામ વોર્ડમાં કાલે સવારે યોગ દિવસના કાર્યક્રમો
યોગ એ ફકત કસરત ન રહેતા આપણા અંતઃકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું માધ્યમ : મુકેશ દોશી-અશ્વિન મોલીયા- ડો. માધવ દવે- વિરેન્દ્રસિંહ ઝાલા

રાજકોટ : આવતીકાલે આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસની ઉજવણી થશે. ત્યારે શહેર ભાજપ દ્વારા પણ તમામ વોર્ડમાં યોગ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ શહેરીજનોને યોગ દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યુ છે કે યોગ વિદ્યા એ શરીરને આત્મા સાથે જોડતી મહર્ષિ પતંજલીએ આપેલી વિશ્વને અમુલ્ય ભેટ છે. ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સંયુકત રાષ્ટ્રના અધિવેશનમાં આંતરરાષ્ટ્રી સ્તરે ‘યોગદીન' ઉજવવા પ્રસ્તાવ મુકયો અને સહર્ષ સ્વીકૃતી સાથે બહોળો પ્રતિસાદ સાંપડયો હતો. કાલે વિશ્વભરના લોકો નરેન્દ્રભાઇ મોદીના યોગ વિષેના સંકલ્પને સાર્થક કરશે.
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા યોગ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
ત્યારે શહેર ભાજપ દ્વારા પણ તમામ વોર્ડમાં વિવિધ મોરચાઓ દ્વારા યોગ દિવસ અંતર્ગત કાર્યક્રમો આયોજીત કરાયા છે. આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે ડો. માધવ દવે, પરિમલભાઇ પરડવાને જવાબદારી સપ્રત કરાઇ છે. તેમજ વોર્ડમાં ઇન્ચાર્જ તરીકે વોર્ડના પ્રભારીઓ અને વોર્ડના પ્રમુખને જવાબદારી સોંપવામાં આવી છે.
પક્ષના અગ્રણી હોદેદારોની ઉપસ્થિતીમાં તમામ વોર્ડમાં યોગ દિવસ મનાવાશે. જે મુજબ વોર્ડ નં. ૧ મં શાળા નં. ૬૯ અંબાજી કડવા પ્લોટ ખાતે શહેર ભાજપ મહામંત્રી ડો. માધવભાઇ દવેની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ર માં સૌરભ સોસાયી મેદાન, રૈયા રોડ ખાતે પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયાની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ૩ માં છત્રપતિ શિવાજી ટાઉનશીપ, કર્ણાવતી સ્કુલવાળો રોડ ખાતે દંડક મનીષભાઇ રાડીયાની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ૪ માં અક્ષર પાર્ટી પ્લોટ, કુવાડવા રોડ ખાતે મહામંત્રી અશ્વિન મોલીયાની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ૫ માં શાળા નં. ૬૭, માલધારી સોસાયટી મેયર નયનાબેન પેઢડીયાની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ૬ માં ગોકુલ સ્કુલ, માંડા ડુંગર ખાતે ધારાસભ્ય ઉદયભાઇ કાનગડની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ૭ માં નરેન્દ્રકુંવરબા સ્કુલ, કરણપરા ચોક પાસે સાંસદ પરષોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ૮ માં રાજ રેસીડેન્સીની બાજુમાં સરદાર બગીચા ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરાની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ૯ માં અક્ષર સ્કુલ, વોર્ડ ઓફીસની બાજુમાં, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ૧૦ માં બીપવન પાર્ક, સાંઇબાબા સોસાયટી પાછળ, શહેર પ્રમુખ મુકેશભાઇ દોશીની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ૧૧ માં ન્યુ ગાંધી સોસાયટી કોમન પ્લોટ ખાતે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ૧૨ માં તપન હાઇટસની પાછળ, આર.એમ.સી. ગાર્ડન, ૮૦ ફુટ રોડ ખાતે શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણીની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ૧૩ માં શાળા નં. ૬૯ અંબાજી કડાવ પ્લોટ ખાતે મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ૧૪ માં શાળા નં. ૬૧, પૃથ્વીરાજસિંહ ચૌહાણ શાળા, જિલ્લા ગાર્ડન બગીચા ખાતે ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ૧૫ માં આરએમસી શાળા નં. ૬૬ ગંજીવાડા ખાતે ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ૧૬ માં શાળા નં. ૪૯, સાગર સોસાયટી સામે, સરદાર પટેલ દવાખાના પાછળ, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરની ઉપસ્થિતીમાં યોજાશે.
વોર્ડ નં. ૧૭ માં શાળા નં. ૬૩, દેવપરા, કોઠારીયા રોડ ખાતે શાસકપક્ષના નેતા લીલુબેન જાદવના હસ્તે યોજાશે.
વોર્ડ નં. ૧૮ માં પ્રમોદાબેન કોટેચા સ્કુલ, કોઠારીયા ગામ ખાતે પ્રદેશ મહિલા મોરચાના મંત્રી બીનાબેન આચાર્યની ઉપસ્થિતીમાં યોજાશે.
શહેર ભાજપ યુવા મોરચાનો કાર્યક્રમ બી. જી. ગરૈયા કોલેજ, કાળીપાટ ખાતે સાંજે ૭ કલાકે યોજાશે.
શહેર ભાજપ મહિલા મોરચાનો કાર્યક્રમ મહિલા મોરચો, રેસકોર્ષ, યોગ ગ્રાઉન્ડ, ઇન્ડોર સ્ટેડીયમના દરવાજા પાસે, સાંજે ૫.૩૦ વાગ્યે યોજાશે.
બક્ષીપંચ મોરચાનો કાર્યક્રમ શિક્ષણ સમિતિ ગ્રાઉન્ડ, કરણપરા ચોક ખાતે સાંજે ૬ વાગ્યે યોજાશે.
કિશાન મોરચાનો કાર્યક્રમ સરદાર પટેલ ગાર્ડન, અંબિકા ટાઉનશીપ ખાતે સાંજે ૬.૩૦ વાગ્યે યોજાશે.
અનુસુચિત જાતી મોરચાનો કાર્યક્રમ એમ.જી. હોસ્ટેલ, કાલાવડ રોડ ખાતે સાંજે ૬ વાગ્યે યોજાશે.
લઘુમતી મોરચાનો કાર્યક્રમ વોરા સોસાયટી, માધાપર ચોકડી પાસે, ગાંધી સોસાયટી ખાતે સાંજે ૬ વાગ્યે યોજાશે.
અનુસુચિત જનજાતી મોરચાનો કાર્યક્રમ મેસોનીક હોલ, ભુતખાના ચોક ખાતે સાંજે ૬ વાગ્યે યોજાશે. તેમ શહેર ભાજપની યાદીમાં જણાવાયુ છે.
(3:40 PM IST)










