<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

રાજસ્‍થાનના રીઢા તસ્‍કર શ્રવણ ખીલેરીને રાજકોટ એલસીબી ઝોન-૧ ટીમે પક્‍ડયો

ચોરીના બે ગુનામાં ફરાર હતોઃ અગાઉ ૨૦ ઘરફોડ ચોરી, ત્રીસ કાર બારોબાર વેંચી નાખવા સહિતના ગુનાઓમાં સંડોવણી : ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં પીએસઆઇ બી. વી. બોરીસાગરની ટીમની કામગીરી

હેડકોન્‍સ.વિજેન્‍દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલાની બાતમી

રાજકોટ તા. ૨૦: ગુજરાત રાજ્‍ય તથા દેશના અન્‍ય રાજ્‍યોના પોલીસ સ્‍ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર હોય તેવા આરોપીઓને શોધી કાઢવા સુચના મળી હોઇ તે અંતર્ગત એલસીબી ઝોન-૧ ટીમે રાજસ્‍થાનમાં ૨૦ જેટલી ચોરીઓ, મહારાષ્‍ટ્રમાં બોગસ ડોક્‍યુમેન્‍ટને આધારે ૩૦ જેટલી કાર સેલ્‍ફમાંમેળવી બારોબાર વેંચી દેવાના  ગુનાઓમાં સંડોવાયેલા તેમજ હાલમાં રાજસ્‍થાનના ચોરીના બે ગુનામાં ફરાર એવા રીઢા ગુનેગાર શ્રવણકુમાર જોધારામ ખિલેરી-બિશ્નોઇ (ઉ.વ.૨૨)ને ગ્રીનલેન્‍ડ ચોકડી પાસેથી પકડી લઇ રાજસ્‍થાન પોલીસને સોંપ્‍યો છે.ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલાને મળેલી બાતમી પરથી શ્રવણકુમારને પકડી લેવાયો હતો. આ શખ્‍સ હાલમાં રાજસ્‍થાનના ફલોૈદી પોલીસના ચાંદીની ચોરીના ગુનામાં અને સાંચોૈર પોલીસના મોબાઇલ તથા પચાસ હજારની રોકડની ચોરીના ગુનામાં ફરાર હતો. તે રાજકોટ થઇ બીજા રાજ્‍યમાં ભાગી જવાની તૈયારીમાં હોવાની માહિતી પરથી તેને પકડી લેવાયો હતો.

પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ શ્રવણકુમાર અગાઉ રાજસ્‍થાનમાં ૨૦ ચોરી, લૂંટમાં સંડોવાઇ ચુક્‍યો છે. મહારાષ્‍ટ્રમાં તે બોગસ આધારકાર્ડનો ઉપયોગ કરી કંપનીમાંથી ત્રીસ જેટલી ગાડી સેલ્‍ફમાં મેળવી બારોબાર વેંચી નાખવાના ગુનામાં સંડોવાઇ ચુક્‍યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમારની સુચના અંતર્ગત પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૂપગીરી ગોસ્‍વામી, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, હિતેષભાઇ પરમાર, સત્‍યજીતસિંહ જાડેજા અને રવિરાજભાઇ પટગીરે આ કામગીરી કરી હતી.

(2:49 PM IST)