<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

તીરૂપતી સોસાયટીમાં માવતરના ઘરે બીનલબેન ચાવડાનો ફાંસો ખાઇ આપઘાત

ભાભી બોલાવવા જતા બીનલબેનને લટકતી હાલમાં જોઇ દેકારો મચાવ્‍યોઃ કારણ અકળ

રાજકોટઃ તા. ૨૦: રૈયારોડ હનુમાન મઢી પાસે તીરૂપતી સોસાયટીમાં માવતરના ઘરે રહેતી મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ તીરૂપતી સોસાયટી શેરી નં. ૫ માં માવતરના ઘરે રહેતા બીનલબેન યોગેશભાઇ ચાવડા (ઉ.વ. ૪૦) સાંજે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બાજુમાં રહેતા ભાભી તેને ચા પીવા માટે બોલાવવા જતા રૂમનો દરવાજો બંધ હોઇ ખખડાવતા બીનલબેન દરવાજો ન ખોલતા બારીમાંથી જોતા બીનલબેનને લટકતી હાલમાં જોતા દેકારો મચાવતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા. અને દરવાજો તોઢયો હતો. બાદ બીનલબેનને નીચે ઉતારી તાકીદે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતુંઉ મૃતક બીનલબેન ના પતિ અને પુત્રી જામનગર રહે છે. તે તેના પુત્ર સાથે છેલ્લા છ વર્ષથી રાજકોટ માવતરે રહેતા હતા અને ટીફીન બનાવવાનું કામ કરતા હતા પુત્ર ફીલ્‍મની રીલ્‍સ બનાવવાનું કામ કરે છે. પુત્ર થોડા દિવસોબાદ ઓસ્‍ટ્રેલીયા નોકરી કરવા માટે જવાનો હતો બીનલબેન પણ બે માસ બાદ દુબઇ જવાના હતા. તે બે ભાઇ અને એક બહેનમાં નાના હતા.બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્‍સ મીહીરસિંહ બારડે સ્‍થળ પર પહોંચી મહિલાએ કયાકારણોસર આ પગલુ ભર્યુ તે ઍગેનું કારણ જાણવા તપાસ હાથધરી છે.

(1:56 PM IST)