તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Thursday, 20th June 2024
વીજ તંત્રમાં બદલી-બઢતીનો દોરઃ શાહ-વ્યાસ ઉપાધ્યાય-રાઠોડ-ઘેડીયાને પ્રમોશનઃ ર ની બદલી
સાત જૂનિયર ઇજનેર હવે ડે.ઇજનેર બન્યાઃ હજુ વધુ બદલીઓ આવશે

રાજકોટ તા. ર૦ :.. પીજીવીસીએલ.ના એમ. ડી. દ્વારા ગત સાંજે વધુ બદલી-બઢતીનો ઘાણવો નીકળ્યો હતો. વિગતો મુજબ રાજકોટ સીટી સર્કલના સુપ્રિ. ઇજનેર કે. બી. શાહને બઢતી સાથે એડી. ચીફ ઇજનેર તરીકે રાજકોટમાં નિમણુંક અપાઇ છે.
જયારે એકઝી. ઇજનેરો એચ. ડી. વ્યાસ, જે. બી. ઉપાધ્યાય, બી. સી. રાઠોડ, ડી. આર. ઘેડીયાને બઢતી સાથે સુપ્રિ. ઇજનેર તરીકે વિવિધ સર્કલમાં મૂકવામાં આવ્યા છે. બઢતી પામેલા જે. બી. ઉપાધ્યાય રાજકોટ સીટી સર્કલમાં મૂકાયા છે.
શ્રી એસ. ટી. અનડાનો ઓર્ડર માગીફાઇ કરી ગાંધીનગર તો. ૧૦ એકઝી. ઇજનેરની રીકવેસ્ટ સંદર્ભે બદલીઓ કરાઇ છે, આ ઉપરાંત ૭ જૂનીયર ઇજનેરો પ્રમોશન સાથે વિવિધ સર્કલમાં મુકવામાં આવ્યા છે, જેમાં સર્વશ્રી એસ. પી. શેઠ, જે. પી. મકવાણા, એન. આર. પટેલ, બી. એમ. ગલચર, વી. ડી. મોરી, ડી. વી. પાંડોર, એસ. સી. ચૌધરીનો સમાવેશ થાય છે.
(11:30 AM IST)










