News of Tuesday, 18th June 2024
સ્ટેન્ડીંગ કમિટીએ મનપાના રપ લાખ બચાવ્યા : બ્લોક પ્લાન્ટેશનને બદલે મિયાવાકીથી વન બનાવાશે
મનપા દ્વારા આજી ડેમ ફિલ્ટ પ્લાન્ટ પાછળ જંગલ બનાવવા કવાયત હાથ ધરાયેલ મનપા દ્વારા HDFE લાઇનનું રૂા. ૩૦.૭૪ લાખનું ટેન્ડર પણ મંજુરી માટે સ્ટેન્ડીંગમાં મુકાયેલઃ વૃક્ષારોપણની પધ્ધતિ બદલાતા પાણીની પાઇપ લાઇનનો પ.૩પ લાખનો જ ખર્ચ આવ્યો

રાજકોટ, તા. ૧૮: મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૫ માં આજી ડેમ ફિલ્ટર પ્લાન્ટ પાછળ નેશનલ હાઇવેને લાગુ ખુલ્લી જમીનમાં વળક્ષારોપણને પિયત આપવા પાણીની લાઈનનું નેટવર્ક કરી આપવાના કામે અગાઉ બ્લોક પ્લાન્ટેશન પધ્ધતિ મુજબ વળક્ષારોપણ કરવાનું નક્કી થયેલ. જે અન્વયે તે સ્થળે HDPE પાઈપલાઈન નાખવાના કામનું અંદાજ રૂ.૩૩.૭૮ લાખનુ થયેલ. જે રકમ પૈકીની રૂ.૨૮.૬૩ લાખની ટેન્ડર પ્રક્રિયાના અંતે, ટેન્ડર ઇવેલ્યુએશન કમિટી સમક્ષ એલ-૧ એજન્સી લક્કીરાજ કન્સ્ટ્રકશન દ્વારા ૯% ઓછા ભાવથી એટલે કે, ૨૬,૦૫,૩૩૦/- +૧૮% જી.એસ.ટી. મુજબ ૪,૬૮,૯૫૯/- મળી, કુલ રૂ.૩૦,૭૪,૨૮૯/- ના ખર્ચે આ કામ કરવા સહમતિ દર્શાવેલ.
જયારે વાટાઘાટના અંતે રજુ થયેલ ભાવ વ્યાજબી જણાતા, જે અંગે તત્કાલીન કમિશનરશ્રી દ્વારા સ્થાયી સમિતિમાં મંજુરી અર્થે, સંદર્ભ(૧)ની વિગતે દરખાસ્ત મોકલવામાં આવેલ છે. પરંતુ, આ સ્થળે ગાર્ડન શાખા દ્વારા બ્લોક પ્લાન્ટેશનને બદલે મિયાવાકી પધ્ધતિથી ઘનિષ્ઠ વળક્ષારોપણ કરવામાં આવેલ છે. જેથી ઉનાળાની ઋતુને ધ્યાને લેતા, જેથી સ્થળ પર ચોમાસાની ઋતુ પહેલા વળક્ષારોપણને ઉછેર માટે પુરતા પ્રમાણમાં પાણી મળી રહે અને વળક્ષોની જાળવણી માટે પી.વી.સી. પાઇપલાઇનનું નેટવર્ક તાત્કાલિકપણે કરવુ જરુરી હતું.
જે કામ માટે ગાર્ડન શાખાની જરુરિયાત મુજબ તેમજ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્વયેની આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લઇ શકાય તેમ ન હોઇ અને પી.વી.સી. પાઇપલાઇનના નેટવર્કનું કામ તાત્કાલિકપણે કરવુ જરૂરી હોઇ, તે કામ રૂ.૫.૩૫ લાખના ખર્ચે ઝોનલ કોન્ટ્રાકટર દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે.

(4:34 PM IST)










