News of Tuesday, 18th June 2024
લોકોપયોગી સંકુલ માટે ખાસ કમિટી બનાવવા વિચારણાઃ જયમીન ઠાકર

શહેરના વિવિધ લોકોપયોગી સંકુલો જેવા કે, પ્લેનેટોરીયમાં મુકિતધામ, રમત-ગમત સંકુલો, કોમ્યુનિટી હોલ સહિતની કોર્પોરેશન દ્વારા અપાતી નાગરીકોને સુવિધાના ખાનગી સંસ્થાના સંચાલન ઉપર દેખરેખ રાખવા એક કમિટી બનાવવા અંગે વિચારણા ચાલી રહી હોવાનું સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું. આ કમીટીમાં કોર્પોરેટરો સાથે શહેરના પ્રબુધ્ધ નાગરીકોને જવાબદારી આપવામાં આવી શકે છે. જો કે આ અંગે આખરી નિર્ણય આવનાર જનરલ બોર્ડ પહેલા કરવામાં આવશેનું પણ ઠાકરે ઉમેર્યું હતું.
(7:09 PM IST)










