<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

સર્વેશ્વર ચોકના વોંકળાનું કામ ચોમાસા બાદ : યાજ્ઞીક રોડ બંધ થશે

રાજકોટઃ શહેરના ડો.યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેヘર ચોકમાં મહાપાલિકાએ પોતાનો હયાત વોંકળો ડાયવર્ટ કરી નવું  બોકસ કલ્‍વર્ટ બનાવવા ડિઝાઇન તૈયાર કરી લીધી છે.

સામાન્‍ય ફેરફાર સાથેની આ ડિઝાઇન મુજબનો નવો વોંકળો બનાવવા ૪.૯૧ કરોડના ખર્ચ થશે. ચોમાસા બાદ મધ્‍યમાંથી સીધો પસાર કરી, યાજ્ઞિક રોડ પાસ કરી નાગરિક બેંક સુધીનું કામ શરૂ થશે. આ કામના કારણે યાજ્ઞીક  રોડ અવર જવર માટે બંધ રાખવો પડશે. તેમ સ્‍ટે.ચેરમેન જયમીન ઠાકરેએ જણાવ્‍યુ હતું.

(4:23 PM IST)