News of Monday, 17th June 2024
નવા થોરાળા સર્વોદયમાંથી ૬૮ હજારનો દારૂ ભરેલી કાર પકડાઇ
પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીની ટીમનો દરોડોઃ જે. પી. નિમાવત અને વિમલભાઇ ધાણજાની બાતમી

રાજકોટ તા. ૧૭: શહેરમાં દારૂની બદ્દી નાબુદ કરવા કડક પેટ્રોલીંગ કરી દારૂના કેસ શોધી કાઢવા સુચના અપાઇ હોઇ તે અંતર્ગત થોરાળા પોલીસની ટીમે નવા થોરાળા સર્વોદય સોસાયટી-૨૯ના ખુણે બાતમી પરથી વોચ રાખી દારૂનો જથ્થો ભરેલી હોન્ડા સીટી કાર પકડી લઇ કુલ રૂા. ૧,૬૮,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
થોરાળા ડી. સ્ટાફના પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીની ટીમના એએસઆઇ જે. પી. નિમાવત, હેડકોન્સ. વિમલભાઇ ધાણજાને મળેલી બાતમી પરથી જીજે૦૩બીએ-૮૪૫૭ નંબરની કાર જપ્ત કરી હતી. તેમાંથી ઓફિસર્સ ચોઇસની ૭૫૦ એમએલની રૂા. ૪૨ હજારની ૪૮ બોટલો તથા ગ્રીન લેબલ વ્હીસ્કીની ૭૫૦ એમએલની રૂા. ૨૪ હજારની ૪૮ બોટલો અને ગોડફાધર બ્રાન્ડના રૂા. ૨૪૦૦ના ૨૪ બીયર મળી આવતાં દારૂ-બીયરનો જથ્થો અને એક લાખની કાર કબ્જે કરી હતી. કાર નંબરને આધારે તેના માલિક, ચાલકની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, એએસઆઇ જે. પી. નિમાવત, હેડકોન્સ. વિમલભાઇ ધાણજા, એલ. આર. હરદિપસિંહ ઝાલા, મયુરસિંહ રાઠોડ, ટીઆરબી સતિષ ચાવડાએ આ કામગીરી કરી હતી.
(11:28 AM IST)










