<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

કાલે રાજકોટમાં UPSCની પરીક્ષા : ૩૦૨૪ ઉમેદવારો : ૧૨ કેન્‍દ્રો

IAS - IPS - IRS માટે સતત ૧૦મા વર્ષે રાજકોટને કેન્‍દ્ર : સીવીલ સર્વિસની આ પ્રિલીમનરી પરીક્ષામાં સવાર - બપોર બે પેપર રહેશે કલેકટર કચેરીમાં સ્‍ટ્રોંગરૂમ - કન્‍ટ્રોલરૂમ શરૂ : પરીક્ષા કેન્‍દ્રો સુધી સાહિત્‍ય પહોંચાડવા તથા પરીક્ષા બાદ સીલબંધ કવર પોસ્‍ટ ઓફિસે બૂક કરવા કુલ ૬ મામલતદારોને જવાબદારી સમગ્ર પરીક્ષા અંગે ત્રણ પ્રાંતને મોનીટરીંગ કરવા આદેશો : ૩૦ મિનિટ પહેલા ઉમેદવારોને પ્રવેશ : મોબાઇલ - બ્‍લુ ટુથ - ઇલેકટ્રોનિક આઇટમો - ડિજીટલ વોચ - બુકસ - બેગ્‍સ વિગેરે પરીક્ષા સ્‍થળની અંદર લઇ જવાની મનાઇ

રાજકોટ તા. ૧૫ : યુનિયન પબ્‍લિક સર્વિસ કમિશન દ્વારા આવતીકાલે યુ.પી.એસ.સી. સિવીલ સર્વીસીસ (પ્રિલિમીનરી) પરીક્ષા-૨૦૨૪ રાજકોટ જિલ્લાના ૧૨ કેન્‍દ્રો ખાતે યોજાશે.આ અંગે જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ ખાતે પરીક્ષાના દિવસ દરમિયાન કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જેના ફોન નં. ૦૨૮૧- ૨૪૭૬૮૯૧ છે.

પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્‍દ્ર પર ઉમેદવારોનો  પ્રવેશ ૩૦ મિનીટ પહેલા બંધ કરવામાં આવશે. ઉમેદવારએ ઈ-એડમીટ કાર્ડ સાથે પ્રવેશ મળશે. ઈ-એડમીટ કાર્ડમાં કમિશન દ્વારા અપાયેલ સુચનાઓનો તમામ ઉમેદવારોએ અભ્‍યાસ કરવો જરૂરી છે. મોબાઈલ ફોન, અન્‍ય આઇ.ટી, કે ઇલેક્‍ટ્રોનિક્‍સ ગેજેટસ, સ્‍માર્ટ/ડિજીટલ વોચ, બુક્‍સ, બેગ્‍સ, કોઇ કિંમતી વસ્‍તુઓ (ઇ-એડમીટ કાર્ડમાં છપાયેલ સુચનાની વિગતે) પરીક્ષા સ્‍થળે લઇ જઇ શકાશે નહીં. આ વસ્‍તુઓ સાચવવવા માટે પરીક્ષા સ્‍થળ પર કોઇ વ્‍યવસ્‍થા ન હોવાથી આ કિમતી વસ્‍તુઓની સાચવણીની વ્‍યવસ્‍થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. ઉક્‍ત વસ્‍તુઓ પૈકી કોઇ પણ ગુમ થવાના કિસ્‍સામાં કમિશન જવાબદાર રહેશે નહી.

ઉમેદવાર પરીક્ષા કેન્‍દ્રની અંદર ફક્‍ત ઇ-એડમીટ કાર્ડ, પેન, પેન્‍સીલ, આઈડેન્‍ટીટી પ્રૂફ અને પોતાના ફોટોગ્રાફ તેમજ ઇ-એડમીટ કાર્ડમાં જણાવેલ વસ્‍તુઓ જ લઇ જઇ શકે છે.

આ પરીક્ષામાં સવારે ૯ાા થી ૧૧ાા અને બપોરે ૨ાા થી ૪ાા એમ બે પેપર રહેશે. કુલ ૩૦૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, કલેકટરે તમામ સુપરવિઝન અંગે રાજકોટના ત્રણેય પ્રાંતને જવાબદારી સોંપી છે.

પરીક્ષા અંગે કલેકટરે મહત્‍વના આદેશો કર્યા છે, જેમાં સ્‍ટ્રોંગરૂમથી પરીક્ષા કેન્‍દ્રો સુધી સંવેદનશીલ સાહિત્‍ય પહોંચાડવા માટે મામલતદાર (ચૂંટણી), મામલતદાર, લોધીકા તથા મામલતદાર, કોટડાસાંગાણીની નિમણૂક કરવામાં આવેલ છે તથા પરીક્ષા પૂર્ણ થયેથી સાહિત્‍યનુ સીલબંધ કવર પોસ્‍ટ ઓફિસ ખાતે પાર્સલ બૂક કરવા સારૂ મામલતદાર-રાજકોટ તાલુકા, મામલતદાર-રાજકોટ શહેર (દક્ષિણ) અને મામલતદાર-રાજકોટ શહેર (પヘમિ)ની નિમણૂંક કરવામાં આવેલ છે.

રીસીવીંગ ડિસ્‍પેચીંગની તેમજ પરીક્ષા દરમ્‍યાનની સમગ્ર કાર્યવાહી પર મોનીટરીંગ રાખવા પ્રાંત અધિકારી, રાજકોટ ગ્રામ્‍ય, રાજકોટ શહેર-૧ તથા રાજકોટ શહેર-૨ ની આસી. કોર્ડીનેટીંગ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્‍દ્ર પર પરીક્ષાર્થીઓને પેપર શરૂ થવાના ૩૦ મિનિટ પહેલા પ્રવેશ બંધ કરવામાં આવશે.

ઉમેદવારોને મોબાઇલ, બ્‍લુ ટુથ, અન્‍ય આઇ.ટી. કે ઇલેક્‍ટ્રોનિક્‍સ ગેઝેટ્‍સ/ ઇલેકટ્રીક ગેઝેટસ, સ્‍માર્ટ/ડિજીટલ વોચ, બુક્‍સ, બેગ્‍સ વિગેરે પ્રતિબંધિત વસ્‍તુઓ સાથે પરીક્ષા સ્‍થળ ખાતે પ્રવેશ આપવામાં આવશે નહી.

ઉકત પરીક્ષા માટે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, કલેક્‍ટર કચેરી, રાજકોટ ખાતે આજથી તા.૧૬ સુધી કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્‍યો છે, જેમાં હેલ્‍પ લાઇન નં. ૦૨૮૧-૨૪૭૬૮૯૧ રખાયો છે.

(4:04 PM IST)