<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

કાલથી એક સપ્તાહ મેયર વિદેશ પ્રવાસે

બ્રાઝીલ ખાતે ઇકલી સંસ્‍થા આયોજીત વર્લ્‍ડ કોંગ્રેસ-ર૦ર૪ના સેમીનારમાં નયનાબેન પેઢડીયા હાજરી આપશે

રાજકોટઃ સાઉથ એશીયાની ઇકલી એકઝીકયુટીવ કમીટીના મેમ્‍બર એવા રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા બ્રાઝીલ ખાતે તા.૧૭ થી રર જુન યોજાનાર વર્લ્‍ડ કોંગ્રેસ-ર૦ર૪ના સેમીનારમાં ભાગ લેવા આવતીકાલે રવાના થશે.

આ સેમીનારમાં વિવિધ દેશના અને આ સંસ્‍થાના મેમ્‍બરો ઉપસ્‍થિત રહી તેમના દેશ-રાજય અને શહેરના વિકાસ કામોની ચર્ચા-વિચારણા કરશે.

(3:45 PM IST)