<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

માલિયાસણમાં ગૌચરની જમીન ખોદવા મામલે મારામારીમાં બે ઘવાયા: સિવિલ હોસ્પિટલમાં પણ બંને જૂથની બઘડાટી: સિક્યુરિટીએ જાણ કરતા પોલીસની ગાડીઓ પહોંચી

રાજકોટઃ: કુવાડવા નજીક માલીયાસણ પાસે આવેલી ગૌચરની જગ્યામાં ગેરકાયદેસરરીતે માટી ખોદવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી થતા બે લોકોને ઇજા થતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ પછી હોસ્પિટલના પટાંગણમાં ઇમરજન્સી વોર્ડ સામે જ આ બંને જૂથના લોકો વચ્ચે સશસ્ત્ર મારામારી થતા દેકારો મચી ગયો હતો. સિક્યુરિટી દ્વારા પોલીસને જાણ થતાં તુરંત પોલીસની ગાડીઓ પહોંચી હતી. પોલીસ ચોકીનો સ્ટાફ પણ દોડી ગયો હતો. મારમારીમાં ચારેક લોકોને ઇજા થઇ હતી.

મળતી વિગત મુજબ માલીયાસણગામાં પુજા પાર્કમાં રહેતા દિનેશભાઈ અરજણભાઈ સરેરીયા (ઉ.વ. ૪૦) સવારે ગામ પાસે બંસલ પેટ્રોલ પંચ નજીક આવેલી ગૌચરની જગ્યામાં ઘેટા-બકરા ચરાવતા હતા ત્યારે નવઘણ રામજીભાઈ ગોલતર અને તેની સાથેના ચાર અજાણ્યા શખ્સો આ જગ્યામાં ગેરકાયદેસર રીતે મોરમ ખોદીને કાઢતા હતા ત્યારે દીનેશભાઈએ ના પાડતા નવધણ સહિતના શખ્સોએ તેની સાથે ઝઘડો કરી સ્કોર્પીયો માથે ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેની સાથે આવેલા શખ્સોએ ધોકા અને પાઈપ વડે મારમારી માથા તથા હાથના ભાગે ઈજા કરી હતી.

જયારે સામાપક્ષે સોખડા રોડ સાત હનુમાન મંદિર પાસે રહેતા નવઘણ રામજીભાઈ ગોલતર (ઉ.વ.૨૪) સવારે માલીયાસણ નજીક ગૌચરની જગ્યાએ હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ આવી ઝઘડો કરી મારમાર્યો હતો. આ બનાવમાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ પછી હોસ્પિટલ પટાંગણમાં બંને જૂથના લોકો વચ્ચે જામી પડી હતી. 

જયારે સામાપક્ષે સોખડા રોડ સાત હનુમાન મંદિર પાસે રહેતા નવઘણ રામજીભાઇ ગોલતર (ઉ.વ.ર૪) સવારે માલીયાસણ નજીક ગૌચરની જગ્‍યાએ હતો ત્‍યારે કોઇ અજાણ્‍યા શખ્‍સોએ આવી ઝઘડો કરી મારમાર્યો હતો. આ બનાવમાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:32 PM IST)