તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 15th June 2024
તા. ૨૧ જૂને ‘વિશ્વ યોગ દિવસ': મનપા દ્વારા પાંચ સ્થળોએ કાર્યક્રમ
વિવિધ સામાજીક સંસ્થાના પ્રતિનિધિ સાથે બેઠક યોજાઇઃ સાંસદ પરસોતમભાઇ રૂપાલા, ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતની ખાસ ઉપસ્થિતી

રાજકોટ,તા. ૧૫: યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંધની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસનેᅠ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જુનᅠ‘વિશ્વ યોગ દિવસ'નિમિતે શહેરના પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ છે.
આ આયોજન અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરવા માટે મેયર નયનાબેન પેઢડીયાનાં અધ્યક્ષ સ્થાને સેન્ટ્રલ ઝોન કચેરી, કોન્ફરન્સ હોલમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને હર્ષદ પટેલ, રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, વિવિધ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ,ᅠRMCના અધિકારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘વિશ્વ યોગ દિન' નિમિતે શહેરમાં કુલ પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેન્ટ્રલ ઝોન, રેસકોર્ષ મેદાન, વેસ્ટ ઝોન, નાનામવા ચોક ખાતેનું મેદાન, ઈસ્ટ ઝોન, ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને જીજાબાઈ સ્વિમિંગ પુલ ખાતે યોગનું આયોજન કરવામાં આવેલ છે.
આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયાએ કહ્યું હતું કે, આપણે ત્યાં એ ખુબ જાણીતી ઉક્તિ છે કે,‘યોગ ભગાડે રોગ', ‘પહેલું સુખ તે જાતે નર્યા', દવાથી જે રોગ ન મટે તે યોગથી મટે, યોગ માનવ જાતને આપણી રૂષિ પરંપરા વખતથી મળેલી એક અણમોલ ભેંટ છે.
સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, યોગ એ સૈકાઓથી આપણો પ્રાચીન વારસો રહ્યો છે, તેને સમગ્ર વિશ્વ કક્ષાએ ઉજાગર કરવાનો પ્રયત્ન આપણા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકરે કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં યોગનો ફેલાવો કરવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવી છે. ભાગ લેનાર તમામને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્ટીફિકેટ આપવામાં આવશે.
આ મીટિંગમાં સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ દ્વારા સમગ્ર આયોજનની રૂપરેખા આપી હતી તેમજ અંતમાં આભાર વિધિ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી દ્વારા કરવામાં આવી હતી. આ મીટિંગમાં આર્ટ ઓફ લિવિંગ, બ્રમ્હાકુમારી, પતંજલિ, ગુજરાત રાજય યોગ બોર્ડ, રાષ્ટ્રીય શાળા, સ્વ-નિર્ભર શાળા, સ્પોર્ટ્સ કાઉટ,ᅠBeing Kind Foundatiંઁ,ᅠનવશક્તિ સ્કૂલ, જીજાબાઈ સ્વિમિંગ પુલ, ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, મેંગો પીપલ પરિવારના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:23 PM IST)










