તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
મંગળવારથી ખેડૂત પોર્ટલ પ્રારંભનો નિર્ણય આવકાર્ય : પ્રવીણાબેન રંગાણી

રાજકોટ તા. ૧૫ : રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી એ રાજયના ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલનો વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રારંભ કરવાના રાજય સરકારના નિર્ણયને આવકારી અભિનંદન પાઠવતા જણાવેલ કે ભાજપ સરકાર દ્વારા આગામી તા.૧૮ જુન ૨૦૨૪ સવારે ૧૦.૩૦ થી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવી રહયું છે, જેથી બહોળા પ્રમાણમાં ખેડૂતો આ યોજનાનો મહતમ લાભ લઈ શકે.ત્યારે ઉપરોકત બંને યોજનાઓમાં પાણીના ટાંકામાં ૫૦ ટકા અથવા ૯.૮૦ લાખ બે માં થી જે ઓછુ હોય તે મળવાપાત્ર છે. સ્માર્ટ ફોનમાં કિંમતના ૪૦ ટકા અથવા રૂા.૬૦૦૦ બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર છે તથા પાક સંગ્રહ સ્ટ્રક્ચરમાં ખર્ચનાં ૫૦% અથવા રૂ. ૭૫૦૦૦ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.રાજયભરના ખેડૂતવર્ગમાં રાજય સરકારના આ નિર્ણયથી ખુશાલી વ્યાપી ગઈ છે. ત્યારે રાજય સરકાર ઘ્વારા વધુ એક ‘આઇ ખેડૂત' પોર્ટલ નો પ્રારંભ કરવાના ખેડૂતહીતલક્ષી નિર્ણય આવકાર્ય છે.
(12:28 PM IST)










