<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

૧૨ ટીમોએ યોજી ટ્રાફિક ડ્રાઇવઃ ૨૧૦ કેસ કર્યા

ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત બાર ટીમોએ અલગ અલગ પોઇન્‍ટ પર કાર્યવાહી કરી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની સુચના અંતર્ગત એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં આ કામગીરી થઇ હતી. જેમાં પીઆઇ બી. પી. રજયા અને પીએસઆઇ પરમાર, પીએસઆઇ જે. જી. રાણાની ટીમોએ ૨૧૦ કેસ કરી ૧,૧૨,૩૦૦નો દંડ વસુલ કર્યો હતો. આ ઉપરાંત ઇન્‍ટરસેપ્‍ટર ટીમોએ ઓવર સ્‍પીડના ૮૨ કેસ કરી ૧,૬૪,૦૦૦ના ઇ ચલણ ઇશ્‍યુ કર્યા હતાં. ટ્રાફિકની બાર ટીમો સાથે   જે તે પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ પણ જોડાયો હતો.

(11:52 AM IST)