તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Thursday, 13th June 2024
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિની નિમણૂકની ફરી હિલચાલઃ સચિન પરિખનું નામ મોખરે
કાર્યકારી કુલપતિ નિલાંબરીબેન દેવનું નામ પણ ચર્ચા

રાજકોટ તા. ૧૩ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની લાંબા સમયથી ખાલી પડેલ જગ્યા પર નિમણુંક માટે સરકારે નવેસરથી હિલચાલ હાથ ધરી છે. અગાઉ ગીરીશ ભીમાણી અને હાલ નિલાંબરીબેન દવે કાર્યકારી કુલપતિ તરીકે ફરજ બજાવી રહ્યા છે. નવા કુલપતિ તરીકે રાજ્ય ટેકનિકલ શિક્ષણના નિયામક સચિન પરીખનું નામ મોખરે હોવાનું જાણવા મળે છે. સંગઠન અને સંઘ દ્વારા પણ તેમના નામની ભલામણ થયાનું બહાર આવેલ છે. એકદમ ટુંક સમયમાં જાહેરાત થાય તેવી શક્યતા છે. વિકલ્પે વર્તમાન કાર્યકારી કુલપતિ નિલાંબરીબેનનું નામ ચાલે છે.
સર્ચ કમિટિની કામગીરી પૂરી થઇ ગઇ છે. ઉપરોકત બે પૈકી એકને તક છે. સૌથી વધુ ભાર સચીન પરીખના નામ પર મુકવામાં આવી રહ્યો છે. ફાઇલ અંતિમ નિર્ણય માટે મુખ્યમંત્રી સુધી પહોંચી ગયાનું જાણવા મળે છે. જો છેલ્લી ઘડીએ કોઇ પસંદગી ન થાય તો પસંદગીની સમગ્ર પ્રક્રિયા નવેસરથી થવાની શક્યતા નકારાતી નથી
(4:31 PM IST)










