<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

એક સપ્તાહ ગોંડલની બજારમાં બોડી ગાર્ડ વગર ફરી બતાવે :પ્રતિકાર સંમેલનમાં ફરિયાદી રાજુ સોલંકીનો ખુલ્લો પડકાર

બાઈક રેલી અને સંમેલનમાં જૂનાગઢ ઉપરાંત કેશોદ, જેતપુર અને ધોરાજી સહિત સૌરાષ્ટ્રભરમાંથી અનુસુચિત જાતિના યુવાનો ઉમટી પડ્યા

જૂનાગઢથી ગુજરાત અનુસુચિત જાતિ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું હતું, આ રેલીગોંડલ પહોંચી હતી, જ્યાં પ્રતિકાર સંમેલન મળ્યું હતુ. જેમાં વક્તાઓએ મુખ્યત્વે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આડેહાથ લઈને તેમની દંબગગિરીની પડકારી હતી.

આ બાઈક રેલી અને સંમેલનમાં જૂનાગઢ ઉપરાંત કેશોદ, જેતપુર અને ધોરાજી સહિત સૌરાષ્ટ્રભરમાંથી અનુસુચિત જાતિના યુવાનો ઉમટી પડ્યા હતા. દલિત સમાજ દ્વારા આયોજિત જૂનાગઢથી ગોંડલ પ્રતિકાર બાઈક રેલીમાં મોટી સંખ્યામાં મેઘવાળ સમાજના લોકો પણ ગોંડલ આવી પહોંચ્યા હતા. જ્યાં ખટારા સ્ટેન્ડ ખાતે સંમેલન સભા મળી હતી. પોલીસ તંત્ર દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ દરમિયાન મુખ્ય સ્ટેજ પરથી જિલ્લા અનુ જાતિ મહામંત્રી દેવદાનભાઈ મુછડીયા દ્વારા ગોંડલ APMCના ચેરમેન અલ્પેશ ઢોલરીયાની ઓડિયો ક્લિપ બહાર પાડવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, પાટીદાર આગેવાન દ્વારા પાટીદાર યુવાનને ધમકાવવાનો આ પુરાવો છે. 

 મેઘવાળ સમાજના આગેવાન ભનુભાઈ ચૌહાણ, વશરામભાઈ સાગઠીયા, નિખીલભાઈ ચૌહાણ, નવચેતનભાઇ સોલંકી, અશોકભાઈ સિંધવ, જયંતીભાઈ રાઠોડ, વસંતભાઈ ચાવડા, અશોકભાઈ લીલાધર, યોગેશભાઈ ભાષા અને મનસુખભાઈ રાઠોડ રામોદ સહિતનાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

આખરે આ બનાવનાર મુખ્ય ફરિયાદી રાજુભાઈ સોલંકી દ્વારા જનસભાને સંબોધવામાં આવી હતી અને કહેવાયું હતું કે, અમે વટલાઈ ગયેલા છીએ. મારું અને જયરાજસિંહનું DNA ચેક કરવામાં આવે તો મારા ડીએનએમાં પણ ક્ષત્રિય જ આવે.

વધુમાં જયરાજસિંહ જાડેજાને ખુલ્લી ચેલેન્જ આપતા રાજુભાઈ સોલંકીએ જણાવ્યું કે, મારે ચાર દીકરા છે. તારે એક દીકરો છે. કોઈ ભૂલ કરતા નહીં. ગોંડલ શહેર અને તાલુકાના કોઈપણ જગ્યાએ અન્યાય થશે, તો તેઓ જરૂરથી હાજર રહેશે.

આ ઉપરાંત રાજુભાઈ સોલંકી મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, જો જયરાજસિંહ અને તેનો દીકરો ગણેશ એક અઠવાડિયું ગોંડલની બજારમાં બોડી ગાર્ડ વગર ફરી બતાવે તો હું આ કેસમાં સમાધાન કરી લઈશ.

એક તરફ દલિત સમાજ દ્વારા જૂનાગઢ થી બાઇક કરેલી યોજના ગોંડલમાં દબદબાભેર સભા સંબોધવામાં આવી હતી. તેની સામે અગાઉથી જાહેરાત કરાયા મુજબ ગોંડલ માર્કેટિંગ યાર્ડ, નાની મોટી બજાર, જેલ ચોક, કડીયાલાઈન સહિતના વિસ્તારો ધંધા રોજગારો સ્વયંભૂ બંધ રહ્યા હતા.


ગણેશ જાડેજા દ્વારા દલિત યુવક પર હુમલા કરવામાં આવ્યો તે મામલે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. એવામાં આજે ગોંડલ ખાતે દલિત સમાજનું સંમેલન યોજાયું હતુ. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉમટ્યા હતા. એવામાં ગણેશ જાડેજાના પિતા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવયું કે, આ ઘટના આકસ્મિક હતી. આ કોઈ પૂર્વયોજીત કાવતરું નથી.

મને ન્યાય તંત્ર પર સંપૂર્ણ ભરોસો છે. હું સામેવાળાને ઓળખતો નથી અને તેના પરિવારને પણ ઓળખતો નથી. સર્વ સમાજે આજે સ્વેચ્છાએ ગામો બંધ રાખ્યા તે બદલ તમામનો આભાર.

(9:26 PM IST)