<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

સ્ટેટ એકવેટીક સ્વીમીંગ ચેમ્પીયનશીપમાં ભાગ લેવા તકઃ જિલ્લા લેવલનું સીલેકશન ચાલુ

રાજકોટ તા. ૧રઃ આગામી તા. ર૯ અને ૩૦ સ્ટેટ એજ ગ્રુપ સ્વિમિંગની ચેમ્પિયનશિપનું આયોજન સાવિ સ્વરાજ સ્પોટ્સ કલબ ગોતા અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે.

આ ચેમ્પિયનશિપનું રાજકોટ જિલ્લા લેવલનું સિલેકશન કરવાનું હોય ઉપરોકત સ્વિમિંગ તથા ડાઇવિંગ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓ પોતાની એન્ટ્રી કરાવી લેવા જણાવાયું છે.

નિયત કરેલ એન્ટ્રી ફોર્મમાં એસએફઆઇ દ્વારા નિયત કરેલ યુઆઇડીની વર્ષ ર૦ર૪-રપ ની માન્ય ઝેરોક્ષ કોપી જોડી નિયત કરેલ એન્ટ્રી ફી સાથે ડો. ડાયાભાઇ કાનજીભાઇ ઉકાણી સ્વિમિંગપૂલ એન્ડ હેલ્થ સેન્ટર, બાલાજીહોલ પાછળ, ધોળકિયા સ્કૂલ સામે, રાજકોટ ખાતે તા. ૧૮-૬-ર૦ર૪ના મંગળવારે સાંજે ૬ સુધીમાં સ્વિમિંગપુલ મેનેજર નિલેશભાઇ રાજયગુરૂ મો. ૭૯૮૪પ પ૮રર૭ નો સંપર્ક કરી જમા કરાવી આપવા રાજકોટ ડિસ્ટ્રિકટ સ્વિમિંગ એસોશિએશનના સેક્રેટરી શ્રી બંકિમભાઇ જોષીની યાદીમાં જણાવેલ છે.

(5:21 PM IST)