તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર મહેશ જાની કાલે ચાર્જ સંભાળશે

રાજકોટ : ગુજરાત સરકારે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે શ્રી મહેશ જાનીની નિમણુંક કરતા તેઓ આવતીકાલે રાજકોટ ખાતે પોતાનો કાર્યભાર સંભાળશે. હાલ બનાસકાંઠામાં સપ્લીમેન્ટરી આસી. કલેકટર તરીકે કાર્યરત છે. નગરપાલિકાઓના રાજકોટ ખાતેના પ્રાદેશિક કમિશનર તરીકેનો વધારાનો હવાલો હાલ નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નનીલ ખરે હસ્તક છે.
૨૦૧૯ની બેચના આઇએસ કેડરના અધિકારી શ્રી મહેશ જાની મુળ ગીરસોમનાથ પંથકના વતની છે. સેલટેક્ષ કેડરમાંથી આઇએસ કેડરમાં આવેલા છે. તેઓ અગાઉ સેલટેક્ષમાં હતા ત્યારે ગોંડલ અને રાજકોટમાં ફરજ બજાવી ચૂક્યા છે. તેમને નગરપાલિકાઓની નવી જવાબદારી બદલ અભિનંદન. (મો. ૯૦૧૬૬ ૨૪૯૨૩) મળી રહ્યા છે.
(4:59 PM IST)










