<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

ઉમા આરોગ્ય કેન્દ્રનો પ્રારંભઃ નિષ્ણાંત તબીબોની રાહતદરે સેવાઃ લેબ સેવા પણ ઉપલબ્ધ

રાજકોટ તા. ૧રઃ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર દ્વારા રાજકોટ ખાતે આવેલ માતુશ્રી જેઠીબેન ગોરધનભાઇ ગોવાણી ઉમા ભવન ખાતે 'ઉમા આરોગ્ય કેન્દ્ર'નો મુખ્ય દાતા જીવનભાઇ ગોવાણી તથા ઉમિયાધામના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા સહીતના આગેવાનોની ઉપસ્થ્િતિમાં શુભારંભ કરાયો હતો.

યુની. રોડ સ્થિત આલાપ એવન્યુ પાસે જે. કે. ચોક ખાતે 'ઉમા આરોગ્ય કેન્દ્ર'ની શરૂ કરાયો. આ આરોગ્ય કેન્દ્રમાં નામાંકિત સ્પેશ્યાલીસ્ટ/સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો સેવા આપશે. આ ઉપરાંત રાહતદરે વિવિધ મેડીકલ ટેસ્ટ તથા લેબોરેટરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉમા આરોગ્ય કેન્દ્રમાં વિવિધ વિભાગોની ઓપીડી સોમવારથી શુક્રવાર સવારે ૯ થી ૧૦ અને સાંજે ૪ થી પ દરમ્યાન ચાલુ રહેશે. લેબોરેટરી સેવાઓ તથા ફીઝીયોથેરાપી વિભાગ સવારે ૮ થી સાંજે ૬ સુધી ચાલુ રહેશે.

ઉમા આરોગ્ય કેન્દ્રના શુભારંભ પ્રસંગે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ ચિમનભાઇ શાપરીયા, રમણીકભાઇ ભાલોડીયા બાનલેબના નટુભાઇ ઉકાણી, પ્રભુદાસભાઇ, મનસુખભાઇ પાણ, વિજયભાઇ ડઢાણીયા, સરોજબેન મારડીયા, ઉમિયા સંગઠન સમિતિના કન્વીનર કૌશીકભાઇ રાબડીયા સહીતના સમાજ શ્રેષ્ઠઓ મહાનુભાવો ઉપસિથત રહ્યા હતા. મેડીકલ ચેરમેન ડો. કિર્તી પટેલ, કન્વીનર ડો. દિપેશ ભલાણી, ડો. ધીરેન ફળદુ, ડો. રાજેન્દ્ર લાલાણી, ડો. ચંદ્રકાન્ત રબારા, ડો. અનીલ પટેલ, ડો. સિધ્ધાર્થ પટેલ, ડો. દિલીપ પટેલ, ડો. કાર્તીક સુતરીયા, ડો. કેતન સુતરીયા, સહીત ૧૦૦ થી વધુ તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

ઉમા આરોગ્ય કેન્દ્રના શુભારંભ પ્રસંગે મેડીકલ કન્વીનર ડો. દિપેશ ભલાણી એ ઉમા આરોગ્ય ભવનની કામગીરી તથા ભવિષ્યની તબીબી સેવાઓનો ચિાર રજુ કર્યો હતો જેમાં ફિઝિશ્યન, હાડકા, બાળ નિષ્ણાંત, પેટના રોગો, સ્ત્રી રોગ, કેન્સર, ફેફસા, ન્યુરો જેવા વિભાગોની ઓપીડી ની સાથે વખતોવખત જાગૃતિ અંગેના સેમિનારો પણ યોજાશે. ઉમિયાધામ સિદસરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલે સિદસર દ્વારા ચાલતી વિવિધ નિરંતર સામાજીક પ્રવૃતીઓની કામગીરી અંગે લોકોને માહીતગાર કર્યા હતા.ઉમા ભવન ખાતે ઉમા આરોગ્ય કેન્દ્રનું મુખ્ય દાતા જીવનભાઇ ગોવાણીએ રીબીન કાપી ઉદ્દઘાટન કર્યું હતું. વિવિધ તબીબી ટીમે અલગ-અલગ ચેમ્બર્સનું રીબીન કાપી શુભારંભ કાર્ય હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ગૌતમ માકડીયા તથા ડો. જી. એન. પટેલે કર્યું હતું.

(4:57 PM IST)