તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 12th June 2024
કાલથી શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે ? સાંજે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની બેઠક બાદ નિર્ણયની શક્યતા

રાજકોટ તા. ૧૨ : આજે ઉનાળુ વેકેશનનો અંતિમ દિવસ છે. કાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે પ્રવર્તમાન સંજોગોને કારણે કાલે શાળા ચાલુ થશે કે નહિ તે મુદ્દે આજે બપોરે ૩ વાગ્યા સુધી ભારે અનિヘતિતા પ્રવર્તે છે. રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભયાવહ અને ૨૭ જિંદગી ભરખી જનાર અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર દ્વારા કડક પગલા લેવાય રહ્યા છે. શાળાઓમાં ફાયર સેફટી અને બીયુ સર્ટીફીકેટ ન ધરાવતી શાળાઓ સામે લાલ આંખ કરીને સીલ કરવામાં આવી છે. રાજકોટની ૧૧૦ મળી કુલ ગુજરાતની ૧ હજારથી વધુ શાળામાં સીલ મારવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર પણ સ્કુલોમાં ફાયર સેફટી અને બાંધકામમાં ગેરરીતિ બાબતે કોઇ બાંધછોડ કરવા માંગતી નથી. રાજ્ય સરકારે પણ શાળાઓ - સંચાલકો સામે શાળામાં ચાલતી બેદરકારી સામે પણ રોષ વ્યકત કર્યો છે. શાળા સંચાલક મહામંડળે વર્તમાન સમયમાં કોઇ નવી એસઓપી જાહેર કરવા માંગ કરી છે.
શાળાઓ સામે સરકારની આકરી કાર્યવાહી થઇ રહી છે. આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવો કે નહિ તેની આજે સાંજે ૭ કલાકે શાળા સંચાલક મંડળની મીટીંગ બાદ નિર્ણય થનાર હોવાનું જાણવા મળે છે.
(4:45 PM IST)










