<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

ફાયર NOC-BU માટે ૭૪ મિલ્કતોનું ચેકીંગઃ ૨૫ને સીલ

સીલ ખોલવા માટે તમામ ૭૧ અરજીઓ શરતો સાથે મંજૂર

રાજકોટ,તા. ૧૨:  મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલઙ્ગ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશનકલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જયાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૧ના સાંજ સુધીમાં વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ ૭૪ એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ ૨૫ સંકુલો સીલ કરવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ એકમો પૈકી તા.૧૧ના  જેટલી ૭૧ અરજીઓ રજૂ થયેલ હતી. મનપા દ્વારા રચવામાં આવેલ કમિટી દ્વારા આજ સાંજની કમિટીની મિટિંગમાં તમામ ૭૧ અરજીઓ મંજુર કરવા નિર્ણય કરવામાં આવેલ છે. જોકે તેમાં શરતો મુકવામાં આવી છે જેમ કે, જે એકમો સીલ થયા છે તેમાં અનધિકૃત દબાણ કે માર્જિનમાં કરાયેલ દબાણ દૂર કરવા માટે, અને/અથવા ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા/રીપેર કરવા, અને/અથવા છત ઉપરથી ડોમ દૂર કરવા/બેઝમેન્ટમાંથી દબાણ દૂર કરવા માટે જ ઉપરોકત સીલ ખોલવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે.

(4:47 PM IST)