<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

મહિલાઓએ પેડસનો ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ તેની સમજ

 

રાજકોટ : પગભર ટીમના સેમીનારમાં ૪૦ થી વધુ મહિલાઓ એ ભાગ લીધો અને ઓડર ફ્રી, (સુગંધા) પ્‍લાસ્‍ટિક ફ્રી તથા બ્‍લીચીંગ ફ્રી સેનેટરી અને કોટન શીટ લેયર પેડસનો ઉપયોગ કરવો જોઇએ તેની સમજ આપવામાં આવી અને આવા સેનેટરી પેડસથી લાંબાગાળે શરીરને કોઇણ જાતની શારીરિક તકલીફ થતી નથી અને તેની સાથે પિરયડસ દરમ્‍યાન યુટીઆઇ ઇન્‍ફેકશન, રેસીસ, ખંજવાળ, બળતરા વગેરે જેવી સમસ્‍યા થતી નથી તેવી જાણકારી શ્રધ્‍ધા પંડયા દ્વારા આપવામાં આવી. આ સેમીનારમાં જૈન સોસિયલ ગ્રુપ રાજકોટ ઇલાટ સંગીની નો સહકાર મળ્‍યો. વધુ માહિતી અને આવા જાગૃતિનાં સેમીનાર કરવા અને ટીમ પગભર સાથે જોડાવવા માટે મો. ૯૯૦૯૪ ૮૭૮૮૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:26 PM IST)