<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

પ્રિમોન્‍સુન વોકળાસફાઇઃ વોર્ડ નં.૩માં સફાઇ કામગીરીની મુલાકાતે સેનીટેશન ચેરમેન નિલેશભાઇ જલુ

 

રાજકોટઃ મહાનગરપાલિકા સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા હેઠળ વોંકળા વિભાગ દ્વારા પ્રિમોન્‍સુન વોકળા સફાઇ અંતગર્ત આજ રોજ વોર્ડ નં.૩માં પોપટપરા નાલાની વોકળા સફાઇ કામગીરીનું નિરીક્ષણ સેનીટેશન ચેરમેન નિલેશભાઇ જલુ દ્વારા કરવામાં આવેલ. પોપટપરા નાલામાં ૧ જે.સી.બી. તથા ૨ ડમ્‍પર દ્વારા અંદાજીત ૨૦ ટન ગાર, કચરો વોંકળામાંથી નિકાલ કરવામાં આવેલ છે. ઉપરોકત સ્‍થળ વીઝીટ દરમ્‍યાન સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના પર્યાવરણ ઇજનેર નીલેશ પરમાર સેન્‍ટ્રલ ઝોનનાં નાયબ પર્યાવરણ ઇજનેર વી.એમ. જીંજાળા વોર્ડ નં.૩ના એસ.આઇ. તથા એસ.એસ.આઇ. અને વોકળા વિભાગના લગત એસ.એસ.આઇ. હાજર રહેલ.

(3:25 PM IST)