News of Wednesday, 12th June 2024
રાજસ્થાન રાજપૂતાના ભાટી વંશના ઐતિહાસીક રાજ્ય જેસલમેરની કલા, સમૃધ્ધિ અને બલિદાનની આછેરી ઝલક
નવમી સદીમાં પંજાબ પ્રદેશના લાહોરના ભાટી રાજપૂત વંશના રાજવી દેવરાજે રાજસ્થાનના થર રણમાં આવેલ લોધારવાન રાજપૂત રાજ્ય ઉપર આક્રમણ કરી રાજ કબ્જે કરી રાજસ્થાનમાં ભાટી વંશનું રાજ સ્થાપેલ : વિદેશી આક્રમણખોરોથી બચવા ભાટી રાજવી રાવલ જેસલે ઇ.સ. ૧૫૬૬માં લોધરવાથી અંદાજે પંદર કિ.મી. દુર ૨૬૫ ફુટ ઉંચી ત્રીકુટ ટેકરી ઉપર નવું નગર વસાવેલ જેનું નામ જેસલમેર રાખેલ : વિશ્વ પ્રસિધ્ધ જેસલમેરનો જીવંત અને જાજરમાન કિલ્લો ૧૫૦૦ ફુટ લાંબો ૭૫૦ ફુટ પહોળો, ૩૦ ફુટ ઉંચી દિવાલો અને : ૯૯ બુરજો ધરાવે છે : કીલ્લાની અંદર હાલ અંદાજે ૨૦૦૦ લોકોનો વસવાટ પણ છે જેસલમેરના ભાટી વંશની રાજપુતાણીઓએ વિધર્મીઓથી આબરૂ અને સ્વમાન બચાવવા બે મોટા જૌહર કરેલ છે : પ્રથમ જૌહરમાં ર૪૦૦૦ રાજપુતાણીઓએ અને બીજા જૌહરમાં અંદાજે ૧૬૦૦૦ રાજપુતાણીઓએ હિમ્મતથી અગ્નિદેવની શરણાઇગતિ સ્વીકારેલ

જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ વાંચકોને રાજસ્થાનના આ ઐતિહાસીક શહેર જેસલમેર અને તેના ભવ્ય કિલ્લાની અને ભવ્ય હવેલીની સંકલન માહિતિથી જણાવેલ છે.
રાજસ્થાન દેશ- વિદેશના પ્રવાસીઓનું ખુબ જ પ્રિય સ્થળ છે તેનો મુળભુત કારણોમાં રાજસ્થાનના વિવિધ રાજયના રાજવીઓના અતિ ભવ્ય અને કલાત્મક પેલેસો, કિલ્લાઓને રાજસ્થાનની આગવી સંસ્કૃતિનો મોટો ફાળો છે.
રાજસ્થાનનું પાકિસ્તાન સરહદ નજીક આવેલ અંદાજે નવમી સદીમાં વસાવેલ જેસલમેર નગર અને તેનો કિલ્લો અને અંદર આવેલી હવેલીઓ કલાને સ્થાપત્ય ક્ષેત્રે અતિ આગવું સ્થાન ધરાવે છે દેશ અને વિદેશના મોટા ભાગના કિલ્લા ખંઢેર ભેકારને નિર્જન બની ગયા છે જુજ જીવંત કિલ્લાઓમાં જેસલમેર કીલ્લો આગવું સ્થાન ધરાવે છે જેમાં આજપણ અનેક પરીવાર તેમની મુળભુત સંસ્કૃતી સાથે વસવાટ કરે છે.
ઈતિહાસકારોના મતે અંદાજે નવમી સદીમાં પંજાબ પ્રદેશના લાહોરના રાજપુત ભાટી વંશના રાજવી દેવરાજે રાજસ્થાનના થર રણમાં આવેલ લોધરવાન રાજપુત રાજય ઉપર આક્રમણ કરી રાજય કબજે કરી ભાટી વંશનું રાજસ્થાનમાં રાજય સ્થાપેલ ૧૧ મી સદીમાં મહમદ ધોરી અને મહમદ ગઝનવીના હલ્લા શરૂ થઈ ગયેલ જેથી ભાટી વંશના તે સમયના શાસક રાવલ જેસલે પોતાના રાજયને સલામત સ્થળે લઈ જવાનું નકકી કરેલ ઈ.સ. ૧૧૬૬ માં રાજવી જેસલ રાવલ લોધરવાથી અંદાજે ૧પ કી.મી. અંતરે આવેલ ર૬પ ફીટ ઉચી ત્રીકુટ ટેકરી પર નવું નગર વસાવેલ જેનું નામ જેસલમેર રાખેલ.
નવી રાજધાની ઉપર પર વિદેશી આક્રમણ ચાલુ રહેલ આ આક્રમણોથી ઈતિહાસમાં નોંધાયેલ વિગતો મુજબ ઈ.સ. ૧ર૯૪- જેમાં જેસલમેર ઉપર ભાટી વંશના રાજવી રાવલ જેઠશીનું શાસન હતું તે સમય મુસ્લીમ શાસક અલાઉદીન ખીલજીની સેનાએ જેસલમેરના કીલ્લા ઉપર અંદાજે આઠ થી નવ માસ ધેરો નાખેલ. આ ધેરો તુટતા મુસ્લીમ સૈનિકો નગરમાં પ્રવેશેલ. રાણીવાસની અન્ય મહિલાઓ સ્વમાન અને આબરૂ બચાવવા અંદાજે ર૪૦૦૦ મહીલાઓ જોૈહર કરેલ અને મોટા ભાગના પુરૂષ સૌનીક રણ મેદાનમાં ખપી ગયેલા રાવલ જેઠશી બાદ તેમનો પુત્ર મુળરાજ ગાદીપતિ થયેલ ને ૧૪ મી સદીના અંતમાં ફીરોઝશા તધલખે જેસલમેર ઉપર વિશાળ સેના સાથે આક્રમણ કરેલ તેની સામે ભાટી વંશની સેનાએ મુકાબલો કરેલ પણ રાવલ દુદુ પોતાના પુત્ર સહીત જંગમાં ખપી ગયેલ. આ જંગમાં પણ ૧૬૦૦૦ રાજપુતાણીઓએ જૌહર કરેલ.
પંદરમી સદી દરમ્યાન ફરી રાજપુત ભાટીઓએ જેસલમેર કબજે કરેલ જોૈહરની સૌથી કમનશીબી કરૂણ ધટના ઈ.સ. ૧પ૩૦ દરમ્યાન રાજા રાવલ લુણકરણના શાસનમાં બનેલ અફધાન સેનાપતી અમીર અલીએ પ્રપંચ રચી સ્ત્રીઓની પાલખીમાં સશસ્ત્ર સૈનીકો ધુસાડેલ. આ સૈનીકા કીલ્લાની અંદર ધમરોળવા લાગેલા પરિસ્થિતિ એવી ઉભી થયેલ કે સ્ત્રીઓને જોૈહર માટે તૈયારી કરવી પણ અશકય હતી જેથી રાજા લુણકરો રાણીઓ અને રાણીવાસની મહીલાઓને પોતાની જ તલવારથી શીરછેદ કરી નાખેલ ને રાજા અંતીમ જંગ તાકાત થી લડી લેવા તૈયાર થઈ ગયેલ પણ નશીબ જોગે મિત્ર રાજવીની વિશાળ ફૌઝ મદદે આવી ગઈ જેથી બંને રાજયના લશ્કરે ભેગા મળી અમીર અલીને પરાજીત કરી અમીર અલીને જીવતો પકડી લીધેલ ને અમીર અલીને તોપ ગોળાથી ભડાકે દેવાયેલ ભાટી રાજપુતોનો વિજય થયેલ પણ આ વિજય કરૂણતાના રંગે રંગાયેલો.
જેસલમેરના ભાટી વંશના રાજવીઓએ સતત જંગમાં જ રહેવું પડેલ મોગલ બાદશાહ હુમાયુએ આક્રમણ કરી જેસલમેર કબજે કરેલ જે ઈ.સ. ૧૭૬ર સુધી જેસલમેર ઉપર મોગલ શાસન રહેલ ત્યારબાદ મરાઠાઓએ શાસન કરેલ અંગ્રેજોનો આગમન બાદ ફરી ભાટી વંશના મુળરાજે જેસલમેર પરત મેળવેલ એ પણ ઈસ્ટ ઈન્ડીયા કંપનીના કરાર થી ઈ.સ. ૧૮૧૮ માં રાજા મુળરાજનું અવસાન થતા તેમના પૌત્ર ગજસિંહ શાસનમાં આવેલ હાલ આ કીલ્લામાં જે પરીવારો રહે છે તેમના પૂર્વજોને રાજા ગજસિંહ પોતાની સાથે અહી વસવાટ માટે લાવેલ અહી વસવાટ કરતા મોટા ભાગના લોકો રાજપુતને બ્રાહમણ છે.
જેસલમેરની અનેક બાબત ખુબ જ પ્રસિઘ્ધ અને જાણીતી છે પણ જેસલમેરનું નામ દેશ- વિદેશમાં અતિ જાજરમાન અને મજબુત કીલ્લાને કારણે ખુબ જ પ્રસિધધ છે આ કીલ્લો ૧પ૦૦ ફુટ લાંબો ૭પ૦ ફુટ પહોળો ને ૩૦ ફુટ ઉચી દિવાલો અને ૯૯ બુરજો ધરાવે છે અને આ કીલ્લાની અંદર હાલ અંદાજે ર૦૦૦ લોકોનો વસવાટ પણ છે.
આશરે નવસો વર્ષના ભવ્ય અને દુઃખદ ઈતિહાસ પચાવી ઉભેલ કીલ્લો અતિ ઔતિહાસીક અને લાજવાબ સ્થાપત્યના નમુનો છે આ કીલ્લો અહી મળતા પીળા- સોનેરી રેતી પથ્થરોથી બનેલ છે હાલ તો જેસલમેર નગર કીલ્લો બહાર પણ ખુબ જ વસી ગયેલ છે પણ કીલ્લાની અંદર સાંકડી ગલ્લીઓમાં દેશ વિદેશના પ્રવાસીઓને ફરવું ખુબ જ ગમે છે અતિ જુનવાણી બાંધણીના નાના મોટા મકાનો તેના જાળીવાળા ઝરૂખા કમાનો અને તે પણ ચમકતા પીળા રંગના પથ્થરોનું બાંધકામ જોવા જેવું છે જેસલમેરના કીલ્લાની અંદર મહત્વનું આકર્ષણ અનેક નાની મોટી હવેલીઓ છે.
ઈ.સ. ૧૮૦પ માં અહીંના અતિ ધનવાન વેપારી ગુમાનચંદ પટવાએ પોતાના પાંચ પુત્રો માટે બનાવેલ હવેલી જે હવેલી પટવાઓ કી હવેલી તરીકે પ્રસિઘ્ધ છે આ હવેલી રાજા મહારાજાને પેલેસને ટકકર મારે તેવી છે તેની ખુબીઓ એ છે કે આ હવેલી એક નથી પણ પાંચ હવેલીનો સમુહ છે અને તે પણ એક સાંકડી ગલીમાં રૂવાબથી ઉભેલી છે તેના જાળીદા ઝરૂખા ફુલબુટૃાની અતિ સુંદર કોતરણી કઠોરા કમાનો વગેરે અહીના ભાત પથ્થરો માંથી કોતરાયેલી જોવા મળે છે. હાલ આ હવેલી સંગ્રહ સ્થાનમાં રૂપાંતર કરી દેવામાં આવેલ છે.
બીજી સુંદર હવેલી નથમલજી કી હવેલી જે દિવાન મોહતાનથમલજીના નિવાસ સ્થાન તરીકે જાણીતી છે જાણકારોના મતે આ ભવ્ય હવેલી તે સમયના સ્થાપત્યના કળાના કારીગરો હાથી અને લુલુ નામના બે ભાઈઓએ તૈયાર કરી છે આ હવેલીની બહાર મુકવામાંઆવેલ મોટા કદના ગજરાજની પૂર્ણ કદની શીલ્પ હવેલીના મોભા અને વટમાં વધારો કરે છે દિવાલો અનેક ચીત્રો કોતરણી ઘ્વારા ઉપસાવવામાં આવેલી છે અશ્વ અને અન્ય પ્રાણીઓ ઉપરાંત વિવિધ પ્રકારના ફુલબટૃાનો સમાવેશ થાય છે આ હવેલી ઉપરાંત મોતીમહેલ તરીકે જાણીતી સાલમસીધની હવેલી પણ ખુબજ પ્રભાવશાળી અને કળા સ્થાપત્યના ઉતમ નમુનો છે આ હવેલીઓ જોઈ એવું અનુમાન થઈ શકે તે સમયે જેસલમેરમાં કલાત્મક હવેલીઓ બાંધવાનો યુગ હશે.
જેસલમેરનો કીલ્લો અને અદભુત હવેલીઓ ઉપરાંત અહીં સાત જૈન મંદીરોનો સમુહ છે જેની બારીક કોતરણી કામ ખુબ જ આકર્ષકને સુંદર છે આ મંદીરો બારમી થી પંદરમી સદી વચ્ચે બનેલા હશે હાલ આ મંદીર પૈકી ફકત પહેલું મંદીર ખુલ્લું છે.
કીલ્લાના પરીસરમાં જેસલમેરના ભાટી રાજવીઓની સંસ્કૃતી અને જીવન શૈલીની ઝલક આપતું ફોર્ટ મ્યુઝીયમ પણ દેશ- વિદેશના પ્રવાસીઓનું આકર્ષણ છે.
જેસલમેર સંપૂર્ણ રણ વિસ્તાર હોવાથી અહીં પાણીની ભયંકર અછત રહેતી ઈ.સ. ૧૩૬૭ માં રાજવી રાવલ ગડસિંહના શાસન સમયે એક તળાવ ખોદવામાં આવેલ આ તળાવનું નામ પણ રાજવી સાથે જોડાયેલ છે આ તળાવ ગડસીસર તળાવ તરીકે જાણીતું છે.
લાંબા સમય સુધી આ તળાવનું પાણી જેસલમેર માટે મુખ્ય સ્ત્રોત હતું જેસલમેરના ઔતિહાસીક કીલ્લો અનેક કુદરતથી અને કુત્રીમ કારણોસર અંદાજે નવસો વષૅના ભુતકાળને પચાવી ઉભો છે પણ બાંધકામ ક્ષેત્રના જાણકારોને મતે આ કીલ્લો ધીરે ધીરે અસ્ત તરફ આગળ વધી રહેલ હોવાનું જણાવે છે

(3:23 PM IST)










