News of Wednesday, 12th June 2024
વડાપ્રધાનના શપથ સમારોહમાં રાજકોટના યુવા વિસ્તારક વૈભવ બોરીચાની ઉપસ્થિતિ
કચ્છ લોકસભામાં વિસ્તારક તરીકેની કામગીરીની નોંધ લઇ અપાયુ નિમંત્રણ

રાજકોટ, તા. ૧ર : તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપના વિસ્તારક યોજનામાં વિસ્તારક તરીકે વૈભાવભાઇ રાજુભાઇ બોરીચા એ છેલ્લા ૧ વર્ષમાં કોડીનાર વિધાનસભામાં ત્રણ મહિના અને સોમનાથ-વેરાવળ વિધાનસભામાં ત્રણ મહિના સુધી સંગઠનની કામગીરી કર્યા પછી પ્રદેશ ભાજપ દ્વારા વૈભવભાઇ બોરીચાને કચ્છ લોકસભામાં વિસ્તારક તરીકે જવાબદારી સોંપતા છેલ્લા છ મહિના કચ્છ લોકસભા પચીસ હજાર કીલોમીટરનો પ્રવાસ કરીને સંગઠનમાં કામગીરી કરી હતી.
તેમની કામગીરીની નોંધ લઇ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ત્રીજી વખત વડાપ્રધાન બનતા યોજાયેલ ઐતિહાસિક શપથ વિધિ સમારોહનું ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી નિમંત્રણ મળતા વૈભવભાઇ રાજુભાઇ બોરીચા વડાપ્રધાનશ્રીના શપથ વિધિના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ તકે વૈભવભાઇ રાજુભાઇ બોરીચાએ કચ્છના યુવા સાંસદ વિનોદભાઇ ચાવડા તથા રાજકોટના રાજયભરના સાંસદ રામભાઇ મોકરીયા તથા નેતૃત્વના અનેક આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
(2:17 PM IST)










