<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

રેલનગરના ભગીરથસિંહ વાળા પર જમીનના દસ્તાવેજ મામલે માલિયાસણમાં હુમલો થયો

ત્યાંથી જામનગર રોડ પર લઇ જઇ ફરીથી મારકુટ કરીઃ ૬૦ લાખમાં ખરીદેલી જમીનનો દસ્તાવેજ ન કરી અપાતો હોઇ વાત કરવા જતાં ડખ્ખોઃ ચેઇન-રોકડ લૂંટી લેવાયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૧ ; શહેરના રેલનગરમાં અોસ્કાર ટાવરમાં રહેતાં અને જમીન મકાન લે-વેîચનું કામ કરતાં ભગીરથસિંહ સુરૂભા વાળા (ઉ.વ.૩૨)ને સાંજે સાડા આઠેક વાગ્યે માલિયાસણ રોડ કુવાડવા પોલીસ સ્ટેશનથી થોડે આગળ હતાં ત્યારે માલિયાસણના વિજય, સમીર, ઇભલો સહિતે મળી ધોકા-પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

ભગીરથસિંહ જમીન મકાન લે-વેîચનું કામ કરે છે. તેની સાથેના મયુરભાઇઍ જણાવ્યું હતું કે ભગીરથસિંહે માલિયાસણમાં આવેલી જમીન વિજયભાઇ અંબાસણીયા અને તેના ભાઇ પ્રવિણભાઇ અંબાસણીયા પાસેથી સાઇઠ લાખમાં ખરીદી છે. જા કે હજુ દસ્તાવેજ કરી અપાયો નહોતો. ગઇકાલે ભગીરથસિંહે દસ્તાવેજ કરી આપવા અથવા સાઇઠ લાખ ચુકવ્યા છે ઍ પાછા આપવાની વાત કરતાં વિજયભાઇ સહિતે રૂબરૂ માલિસાયણ આવી બેસીને વાત કરવાનું કહેતાં ભગીરથસિંહ ત્યાં જતાં આ બધાઍ મળી માર માર્યો હતો. બાદમાં ત્યાંથી તેને જામનગર રોડ પર લઇ જઇ ફરીથી માર મારી ચેઇન, વીંટી સહિતની ચીજવસ્તુ પડાવી લીધી હતી. આક્ષેપો સાથે ભગીરથસિંહ સહિતના કુવાડવા રોડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોîધાવવા પહોîચતાં પીઆઇ વી. આર. રાઠોડ સહિતે તપાસ શરૂ કરી હતી.

(5:14 PM IST)