તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
TRP ગેમઝોન અગ્નિકાંડના કેસમાં એડી. સ્પે. પી.પી. તરીકે નિતેશ કથીરીયાની નિમણુંક

રાજકોટ તા. ૧૧ : સમગ્ર ગુજરાતમાં જે બનાવના પડધા પડયા છે એવા રાજકોટ માં ટીઆરપી ગેમઝોન ખાતે થયેલ અગ્નીકાંડમાં ગુજરાત સરકાર દ્વારા રાજકોટના પ્રખર કાયદાશાસ્ત્રી એવા યુવા એડવોકેટ નીતેશભાઈ કથીરીયાની સરકાર દ્વારા એડી. સ્પે. પી. પી. તરીકે નીમણુક આપવામાં આવેલ છે.
એડવોકેટ નીતેશભાઈ કથીરીયા સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ છે તેઓએ અનેક કેસોમાં રહી ભોગ બનનાર પરીવારજનો ને ન્યાય અપાવવામાં મહત્વની ભુમીકા ભજવેલ છે. જેમાં રાજકોટ શહેરમાં બનેલ સૌથી ચકચારી એવા પીયુષ ઠકકર ખંડણી તથા મર્ડરના કેસમાં ખુબજ મહેનત કરીને આરોપીઓને સજા કરાવેલ છે તેમજ અમરેલી કાઠી બંધુઓની બેવડી હત્યાના કેસમાં પણ ભોગ બનનાર પરીવારજનો વતી રહીને તમામ આરોપીઓને આજીવન કેદની સજા કરાવવામાં મહત્વની ભુમીકા રહી છે. અગાઉ ગુજરાત સરકાર દ્વારા આ કેસમાં સ્પે.પી.પી તરીકે શ્રી તુષારભાઈ ગોકાણીની નીમણુક કરેલ છે તેમજ બનાવની ગંભીરતા જોતા એડી. સ્પે. પી. પી. તરીકે નીતેશભાઈ કથીરીયાની નીમણુક કરવામાં આવેલ છે અને તેઓ માત્ર એક રૂપીયો લઈને આ કેસમાં પીડીતોને ઝડપી ન્યાય અપાવવા પ્રયત્ન કરશે
(5:11 PM IST)










