<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

રાજકોટના તરવૈયાઓના રાજ્‍યકક્ષાએ ધુબાકા : વિવિધ ૪૧ મેડલો મેળવ્‍યા

ખેલ મહાકુંભ સ્‍પર્ધામાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ બદલ મેયર સહિતના પદાધિકારીઓ - અધિકારીઓએ અભિનંદન પાઠવ્‍યા

 

રાજકોટ તા. ૧૧ : મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્ષ સ્‍વિમિંગ એકેડમીના સ્‍વિમરોને રાજ્‍યકક્ષાની જેલ મહાકુંભ સ્‍પર્ધામાં વિવિધ ૪૧ મળેલ મેડલ બદલ મેયર સહિતના પદાધિકારીઓ અને મ્‍યુનિસિપલ કમિશનરે અભિનંદન પાઠવ્‍યા હતા.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ તાજેતરમાં તાજેતરમાં તા.૨૯ મે થી તા. ૨ જૂન દરમ્‍યાન હિંમતનગર ખાતે રાજય કક્ષાની સ્‍વિમિંગ સ્‍પર્ધા ᅠ(ભાઈઓ તેમજ બહેનો) યોજાઈ હતી, જેમાં મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્ષ સ્‍વિમિંગ એકેડમીના પ્રીશા ટાંક, રૂચિતા ગોસ્‍વામી, વિહા જાની, દેવલ પંડયા, બાસુરી મકવાણા, વિશ્વા પરમાર, રીપ્‍સા જાની, વેનેશા શુકલા, પ્રિયાંશી ગોસ્‍વામી તથા ધ્રુવ ટાંક, ક્રિષ્‍ના કાલોદરા, વીર સોની, દિવ્‍યરાજસિંહ, વેદાંત જોષી સહિતના સ્‍વિમરોએ વિવિધ એઇજના ગ્રુપમાં ઝળહળતો દેખાવ કરીને ૮ ગોલ્‍ડ,ᅠ૧૭ સીલ્‍વર અને ૧૬ બ્રોન્‍ઝ મેડલ મેળવીને રાજય કક્ષાએ સફળતા મેળવેલ છે. ઝળહળતો દેખાવ કરનાર સ્‍વિમરોએ તા.૧૦ના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ અને શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયાની શુભેચ્‍છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્‍યાન પદાધિકારીઓ અને મ્‍યુનિસિપલ કમિશનરે ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરી અભિનંદન પાઠવ્‍યા હતા.

આ બધા જ સ્‍વિમરોએ અમદાવાદ, સુરત તેમજ વડોદરા તથા મહેસાણાના સ્‍વિમરો સાથે હરીફાઈ કરીને ઉપરોકત સફળતા પ્રાપ્ત કરેલ છે.

ખેલાડી બાળકો સાથે બાળકોના કોચ બંકિમ જોશી, નિમેષભાઈ ભારદ્વાજ,  જયભાઈ લોઢીયા તથા જાડેજા દેવેન્‍દ્રસિંહજી ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:54 PM IST)