<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

મનપાના વધુ એક અધિકારી બી.જે.ઠેબા સસ્‍પેન્‍ડ

ડે.ચીફ ફાયર ઓફીસર જેલ હવાલે થતા કમિશનર દ્વારા શિક્ષાત્‍મક પગલું

 

રાજકોટઃ શહેરના TRP ગેમઝોન અગ્નિકાંડમાં ધરપકડ થયેલા ત્રીજા અધિકારીને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. અગાઉ ૯ સામે પગલા લેવાયા બાદ ગઇકાલે ડે.ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી ધરપકડ થયાના ૪૮ કલાક પુરા થતા કમિશનર દ્વારા પોલીસ રીપોર્ટના આધારે ગઇકાલે તેમને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે.

ઉલ્લેખનીય છે કે, અત્‍યાર સુધીમાં કુલ ૧૦ અધિકારીઓ સામે પગલા લેવાયા છે. જેમાંથી ૩ અધિકારી પોલીસ કસ્‍ટડીમાં જતા મનપા દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જયારે બાકીના ૭ અધિકારી સામે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(4:52 PM IST)