તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
સૌથી વધુ ન્યુ રાજકોટના ધંધાર્થીઓ જાહેરમાં ગંદકી કરતા ઝડપાયા : ૧૩ હજારનો દંડ
કુલ ૧ર૧ વેપારીઓ પાસેથી ૧ર.૧૯ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્તઃ કુલ ૩૩ હજારનો દંડ

રાજકોટ, તા. ૧૧ : મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં
ત્રણેય ઝોનમાંથી કુલ ૧૨૧ પાસેથી ૧૨.૧૯ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૩૩૪૪૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ અંગે મનપાની સતાવાર માહિતી મુજબ સોલીડ વેસ્ટ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી આ મુજબ છે.
સેન્ટ્રલ ઝોન
સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૪૨ પાસેથી ૭.૦૯ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૧૧૩૯૦/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોન
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૪૯ આસામીઓ પાસેથી ૩.૮૩ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ૧૩૦૦૦/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઇસ્ટ ઝોન
ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૩૦ પાસેથી ૧.૨૭ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથીરૂ.૯૦૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
આ કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિ્નલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
(3:38 PM IST)










