<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

બાબરીયા કોલોની પાસે મશ્‍કરી કરવા બાબતનો ખાર રાખી અરબાઝ પતાણી પર હુમલો

યુવાનની ભકિતનગર પોલીસમાં મિત્ર હમીઝ ઉર્ફે ભાણો તેના મામા રફીક મોદી તથા દાનીશ અને એક અજાણ્‍યા શખ્‍સ સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૧: બાબરીયા કોલોની શ્‍યામ હોલ પાસે મશ્‍કરી કરવા બાબતનો ખાર રાખી યુવાનને તેના જ મિત્ર સહિત ચાર શખ્‍સોએ લોખંડનો પાઇપ તથા ધોકા વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ બાબરીયા કોલોની રાધાકૃષ્‍ણ સોસાયટી શેરી નં. ૧ માં રહેતો અરબાઝ અજીતભાઇ પતાણી (ઉ.વ. ર૪) એ ભકિનગર પોલીસ મથકમાં તેનાજ મિત્ર હમીઝ ઉર્ફે ભાણો તેના મામા રફીક મોદી ઉર્ફે ડાડીયો, દાનીશ સીપાઇ અને એક અજાણ્‍યા શખ્‍સ સામે ફરિયાદ નોંધાવી છે. અરબાઝે ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે મવડી પ્‍લોટ મહાદેવ વાળી શેરીમાં ભંગાર હાઉસ નામે ભંગારનો ડેલો ચલાવે છે. ગઇકાલે પોતે અને મિત્ર સાહિલ તથા સાહિલનો મિત્ર હમીઝ ઉર્ફે ભાણો, સીકંદર અને તમામ ઘર પાસે આવેલી પાનની દુકાન પાસે બેઠા હતા. ત્‍યારે પોતે અને મિત્ર સાહિલ બંને એકબીજાની મસ્‍તી કરતા હતા. બાદ સાંજે બધા ઘરે જતા રહ્યા હતા. બાદ રાત્રે હમીઝ ઉર્ફે ભાણોના મામા રફીક મોદીનો પોતાના ફોનમાં ફોન આવેલ તેણે કહેલ કે ‘તું કેમ હમીઝ બેઠો હોય ત્‍યારે બાની મસ્‍તી કરે છે.' તેમ કહી ફોનમાં ગાળો આપી ફોન કાપી નાખ્‍યો હતો. બાદ હમીઝનો ફોન આવેલ તેણે કહેલ કે ‘તું કયાં છે' કહી ગાળો દેવા લાગ્‍યો હતો. પોતે તેને કહેલ કે ‘હું બાબરીયા કોલોની પાસે છું' કહેતેણે કહેલ કે ‘હું ત્‍યાં આવું છું.' કહી ફોન કાપી નાખ્‍યો હતો. બાદ ફરી તેણે ફોન કરી ‘તું ત્‍યાંજ ઉભો રહેજે હું આવું છું' કહી હમીઝ તેનો મિત્ર દાનીશ અને એક અજાણ્‍યો શખ્‍સ ત્રણેય શ્‍યામ હોલ પાસે આવી પોતાને ગાળો આપી લોખંડનો પાઇપ અને ધોકા વડે માર મારવા લાગ્‍યા હતા. દેકારો બોલતા આસપાસના લોકો ભેગા થઇ જતા ત્રણેય ભાગી ગયા હતા. બાદ પોતે ચાલીને પોતાના ઘર તરફ જતો હતો ત્‍યારે મિત્ર રાજ પટેલ ત્‍યાંથી પસાર થતા તેણે પોતાને બાઇક પર બેસાડી ઘરે મુકી ગયો હતો. બાદ પોતાનો સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોતે ભકિમતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. ડી. વી. બાલાસરાએ તપાસ હાથ ધરી છે.

(3:38 PM IST)