<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

સોની બજારમાં ૬૦ વર્ષના દાદા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પકડાયા

એ ડીવીઝન પીઆઇ જે.વી. વાઢીયાની રાહબારીમાં હેડ કોન્‍સ. કલ્‍પેશભાઇ બોરીચા, કોન્‍સ.મયુરધ્‍વજસિંહ જાડેજાની કાર્યવાહી

રાજકોટ તા.૩૦: સોની બજારમાં દિવાનપરા નજીકથી એ-ડીવીઝન પોલીસે સટ્ટો રમતા ૬૦ વર્ષના વૃધ્‍ધને ઝડપી લઇ રૂા.૧૦ હજારનો ફોન કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

સોની બજારમાં દિવાનપરા શેરી નં.૧૦ના કોર્નર પાસેથી એ-ડીવીઝન પોલીસના હેડકોન્‍સ. કલ્‍પેશભાઇ બોરીચા, કોન્‍સ.મયુરધ્‍વજસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા કિશોરભાઇ પ્રભુદાસભાઇ પારેખ (ઉ.વ.૬૦ રહે. લક્ષ્મીવાડી શેરી નં.પ)ને પકડી લઇ રૂા.૧૦ હજારનો ફોન કબ્‍જે કર્યો હતો.

(1:05 PM IST)