તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
મીટ- ચીકનના નમુના ફેઇલ થતા રાજકોટના મટનના ૬ વેપારીઓને ઝપટે લેતા એડી. કલેકટરઃ ૬૦ હજારનો દંડ

રાજકોટ તા.૧૮: વધુ નફો કમાવાની લાલચમાં વેપારીઓ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી આ ભેળસેળ અટકાવવા માટે નિવાસી અધિક કલેક્ટર દ્વારા ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ અંતર્ગત એક મોટી કાર્યવાહી કરી છ ધંધાર્થીઓને કુલ ૬૦ હજારનો દંડ ફટકારી, તાકિદે દંડ ભરી દેવા હુકમો કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના અનેક સ્થળો અને દુકાનોમાંથી ફૂડ સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે અને હવે આ બધામાંથી છ જેટલા ધંધાર્થીઓને ત્યાંથી લીધેલા નમૂનાઓ ફેઈલ થયા હતા તમામને અલગ અલગ દંડ ફટકારવામાં આવ્યો છે.પરા બજાર અને કુવાડવા વિસ્તારમાં અત્યંત ગંદકી તેમજ અસ્વચ્છ પરિસ્થિતિ માં અને વગર સ્ટેમ્પ વાળું મીટ તેમજ ચિકન વેચતા ૬ વેપારીઓ ઝપટે ચડી ગયા હતા. આ તમામ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને પ્રત્યેકને રૂા.૧૦,૦૦૦ લેખે કુલ રૂપિયા ૬૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
જેમાં નાસીર હુસેન માંડલીયા (વસીલા મટન શોપ, કુવાડવા, પરા બજાર)ને રૂ.૧૦ હજાર, જાકીર યુસુફભાઇ ચૌહાણ (શાલીમાર મટન શોપ, કુવાડવા, પરા બજાર, રાજકોટ)ને રૂ.૧૦ હજાર, સલીમ કરીમભાઇ માંડલીયા (એ વન ફ્રેશ મીટ, કુવાડવા, પરા બજાર, રાજકોટ)ને રૂ.૧૦ હજાર, મહેબુબ આમદભાઇ માંડલીયા (તકદીર મટન, કુવાડવા, પરા બજાર, રાજકોટ)ને રૂ.૧૦ હજાર, ફરીદભાઇ તૈયબભાઇ શીકારા (ફરીદ ચીકન, કુવાડવા, પરા બજાર, રાજકોટ)ને રૂ.૧૦ હજાર, ફિરોજભાઇ મેમણ (જી.એન. ચીકન, કુવાડવા, પરા બજાર, રાજકોટ)ને રૂ.૧૦ હજાર સહિત કુલ ૬૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
(3:35 PM IST)










