<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

કોર્પોરેટર સંજય ચાવડાએ વરસાદમાં વરસાવી ફરજ નિષ્‍ઠાઃ પાણી ભરાયેલા વિસ્‍તારોમાં મુલાકાત

 

રાજકોટ, વોર્ડના પ ના ભાજપના કોર્ટોરેટર સંજય ચાવડા લોકોની વહારે દોડી ગયેલ. આજરોજ લાલપરી ડેમના નીચેના વિસ્‍તારોમાં સ્‍થળ મુલાકાત લઈને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. મોરબી રોડ સ્‍થિત ફાયર બ્રિગેડના ઈમરજન્‍સી સ્‍ટેશન સેન્‍ટર ખાતે સ્‍ટેશન ઓફિસર રહીમભાઈ જોબન તથા તમામ સ્‍ટાફ સાથે સંકલન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આપત્તિના સમયે નાગરિકોને તાત્‍કાલિક મદદ મળી રહે તે માટે સ્‍ટાફને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. સાથે જ લોકોને તાત્‍કાલિક સેવાઓનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે અંગે સલાહ-સૂચન આપીને જાગળત રહેવા અપીલ કરી વરસાદી સમયે કોર્પોરેટર સંજયભાઈ ચાવડા, વિનુભાઈ તલસાણીયા, ભાવેશભાઈ ટોપીયા, અલ્‍પેશભાઈ રૈયાણી, સાગરભાઈ પરમાર, અલ્‍પેશ મેર અને દીપકભાઈ પરમાર સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. સંજય ચાવડાએ લોકોને મદદ માટે પોતાનો (મો.૯૫૨૫૭ ૦૭૦૨૩) ઉપર સંપર્ક સાધવા જણાવ્‍યું છે.

(3:53 PM IST)