તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
રાજકોટ જિલ્લા પંચાયતના પ૬૦ તલાટીઓ મહેસુલી કામગીરીથી સંપૂર્ણ અલિપ્ત
ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળ દ્વારા જોબ ચાર્ટ મુદ્દે આંદોલનનું એલાન

રાજકોટ તા. ૩: ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળના આદેશ મુજબ રાજકોટ જિલ્લા તલાટી મંત્રી મંડળ દ્વારા જોબચાર્ટ મુદ્દે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આજથી ૬૦૦ ગામડાઓના પ૬૦ જેટલા પંચાયત તલાટી કમ મંત્રી દ્વારા મહેસુલ કામગીરી (નમૂના ૧ થી ૧૮) સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. મહામંડળ દ્વારા આ અંગે ગઇકાલે મહામંડળના પ્રમુખ પંકજ મોદી અને મહામંત્રી રામાભાઇ દેસાઇ દ્વારા મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીને વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત કરવામાં આવ્યાનું રાજકોટ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ ચિરાગ ગરૈયા જણાવે છે.
ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળ દ્વારા જોબ ચાર્ટ અલગ કરવા અંગે વારંવાર મૌખિક તથા લેખિત રજુઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઇ હકારાત્મક નિર્ણય લેવાયો નથી. સંદર્ભ-૪ મુજબ પણ સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે નવી મહેસુલી તલાટીઓની વિભાગોની સોંપવામાં આવતી કામગીરીમાંથી બંધ કરવા આદેશ કરવાની ફરજ પડશે તેવું જણાવેલ હતુ. છતાં પણ આ બાબતને યોગ્ય નિકાલ કરવા અંગેની રજુઆતને ધ્યાને લેવામાં આવેલ નથી. ગઇકાલે મહેસુલી તલાટીઓને નિયુકિત પત્રો એનાયત કરવામાં આવ્યા છે. તેમ છતાં આજદિન સુધી બંને કેડરના જોબચાર્ટ અલગ કરવાની બાબતે સરકારશ્રી દ્વારા કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળ દ્વારા વારંવાર સરકારશ્રીમાં અને વિભાગમાં રજૂઆતો કરવા છતાં જોબચાર્ટ અને અન્ય વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી અંગે કોઇ જ નિર્ણય કરવામાં આવેલ નથી. જેથી તા. ૦૩-૦૭-ર૦ર૬થી ગુજરાત રાજયના તમામ તલાટી કમ મંત્રીઓ મહેસુલ વિભાગની કામગીરી તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયના અન્ય તમામ વિભાગોની કામગીરી સદંતર બંધ કરવા ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળ દ્વારા આવી કોઇ કામગીરી નહિ કરવા માટેનો આદેશ કરવામાં આવેલ છે. તેમ જણાવાયું છે.
(2:35 PM IST)










