<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

રાજકોટ કોર્પોરેશનમાં ૫૧.૬૦ ટકા મતદાનઃ કાલે ૬ સ્‍થળે મતગણત્રી

જબરી ઉતેજનાઃ ચોૈધરી હાઇસ્‍કુલ- પાંધી સ્‍કુલ, વિરાણી હાઇસ્‍કુલ- એવીપીટી- રણછોડદાસજી કોમ્‍યુનિટી હોલ- જસાણી સ્‍કુલ ખાતે ગણત્રી... : મતગણત્રી સ્‍થળે જડબેસલાક સુરક્ષાઃ EVM સ્‍ટ્રોંગરૂમમાં સીલઃ કૂલ પ લાખ ૪ હજારથી વધૂ મતો ગણાશેઃ એક કાઉન્‍ટીંગ હોલમાં ૧૪ ટેબલ ઉપર રાઉન્‍ડ વાઇઝ ગણતરી થશે : રાત્રે ૧ાા થી ર વાગ્‍યા સૂધી દરેક રિસીવીંગ- ડીસ્‍પેચીંગ સેન્‍ટર ઉપર EVM સ્‍ટ્રોંગરૂમમાં સીલ કરવાની કાર્યવાહી ચાલીઃ સ્‍ટાફ રાત્રે ૩ વાગ્‍યે ઘરે પહોંચ્‍યોઃ રાહતના શ્વાસ લીધા

ગુજરાતભરમાં સ્‍થાનીક સ્‍વરાજયી ચુંટણીમાં ૫૦ ટકા આસપાસ મતદાન થયુ છે, ત્‍યારે રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી બાદ ઇવીએમ મશીનો વિરાણી હાઇસ્‍કુલ, ચોૈધરી હાઇસ્‍કુલ ખાતે સ્‍ટ્રોંગ રૂમમાં મુકી સીલ મારવામાં આવ્‍યા હતા. જયાં શહેર પોલીસનો લેડીઝ- જેન્‍ટસ સ્‍ટાફ, કમાન્‍ડો સહિતની જડબેસલાક સુરક્ષા વ્‍યવસ્‍થા મુકવામાં આવી છે. તસ્‍વીરમાં સ્‍ટ્રોંગરૂમમાં સીલ, ખડેપગે જવાનો દર્શાય છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ, તા. ૨૭: રાજ્‍યભરમાં ૨૬ એપ્રિલે સ્‍થાનિક સ્‍વરાજ્‍ય સંસ્‍થાઓની ચૂંટણીઓ માટે મતદાન થયું હતું.

રાજકોટ ચૂંટણી શાખાના અધિકારીઓના ઉમેર્યા પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ચૂંટણીમાં સાંજે છ કલાક સુધીમાં ૫૧.૬૦  ટકા મતદાન થયું છે. જેમાં પુરુષ મતદારોનું ૫૫.૮૭ ટકા જ્‍યારેસ્ત્રી મતદારોનું ૪૬.૧૫ ટકા મતદાન નોંધાયું છે.

રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોની ચૂંટણી માટે સાંજે છ કલાક સુધીમાં ૫૮.૯૮ ટકા મતદાન થયું છે. જેમાં પુરુષ મતદારોનું ૬૩.૮૫ ટકા જ્‍યારેસ્ત્રી મતદારોનું ૫૩.૬૬ ટકા મતદાન નોંધાયું છે. ફાઇનલ અપડેટ બપોરે ૧ વાગ્‍યે જાહેર થશે.

રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતની બેઠકો માટે ૬૦.૩૬ ટકા મતદાન થયું છે. જેમાં પુરુષ મતદારો દ્વારા ૬૫.૩૩ ટકા જ્‍યારેસ્ત્રી મતદારો દ્વારા ૫૪.૯૪ ટકા મતદાન થયું છે.

ગોંડલ નગરપાલિકાના સાત વોર્ડની ચૂંટણીમાં ૪૮.૫૧ ટકા મતદાન થયું છે. જેમાં પુરુષ મતદારોનું ૫૩.૪૧ ટકા જ્‍યારેસ્ત્રી મતદારોનું ૪૩.૨૫ ટકા મતદાન નોંધાયું છે.

રાજકોટમાં સોૈથી વધૂ વોર્ડ નં.૧૫માં ૬૮.૩૯ ટકા તથા સોૈથી ઓછુ વોર્ડ નં.૧માં ૪૩.૧૨ ટકા મતદાન નોંધાયુ છે. કુલ ૯ લાખ ૮૫ હજારથી વધૂ મતદારોમાંથી ૨ લાખ ૮૪ હજારથી વધૂ પુરૂષ અને ૨ લાખ ૧૯ હજારથી વધૂસ્ત્રી મતદારોએ મતદાન કર્યુ છે. કુલ પ લાખ ૪ હજાર અને ૫૯૯ મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કર્યો હતો.

ચૂંટણી દરમ્‍યાન વોર્ડ નં.૨,૩,૭,૧૩ અને વોર્ડ નં.૧૭માં ઇવીએમ બદલાવાયા હતા. ૧ થી ૨ સ્‍થળે માથાકુટને બાદ કરતા એંકદરે મતદાન શાંતિપૂર્ણ રહયું હતું.

ગઇકાલે શાંતિપૂર્ણ મતદાન થયુ હવે આવતીકાલે સવારે ૮ વાગ્‍યે રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની કુલ ૭૨ બેઠકોની મતગણત્રી ૬ સ્‍થળે યોજાશે.

આ ૬ સ્‍થળમાં ચોૈધરી હાઇસ્‍કુલમાં આવેલ પાંધી કોલેજ, ચોૈધરી હાઇસ્‍કુલ, વીરાણી હાઇસ્‍કુલ, હેમુ ગઢવી હોલ પાસે આવેલ એવીપીટી કોલેજ, રણછોડદાસજી કોમ્‍યુનિટી હોલ અને પીડીએમ પાસે આવેલ, જસાણી સ્‍કુલ ખાતે મતગણતરી થશે, આ માટે કુલ ૬૦૦ના સ્‍ટાફના ઓર્ડરો થયા છે, કુલ ૪૦૦ સર્વીસ વોટર્સ અને ૧૫૦૦થી વધૂ પોસ્‍ટલ બેલેટથી થયેલ મતદાનની ગણતરી પહેલા થશે. ત્‍યારબાદ ક્રમાનુસાર વોર્ડ વાઈઝની ગણત્રી શરૂ કરાશે, દરેક મતગણત્રી સ્‍થળે એક જ કાઉન્‍ટીંગ હોલ, તેમાં ૧૪ ટેબલ ઉપર ક્રમાનુસાર રાઉન્‍ડ વાઇઝ મતગણત્રી થશે, દરેક વોર્ડમાં મતદાન પ્રમાણે ૧૫ થી ૧૬ રાઉન્‍ડ થવાની શકયતા અધીકારીઓ દાખવી રહયા છે, મતગણત્રી સેન્‍ટરો બહાર ૧૪૪ની કલમ લગાડી દેવાઇ છે. જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે

(2:00 PM IST)