<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

રવિવારે સમસ્‍ત પ્રજાપતિ સમાજના પ૧ વડીલોનું સન્‍માન

રાજકોટ : સમસ્‍ત પ્રજાપતિ સમાજ, રાજકોટ દ્વારા સમાજના વડીલો પ્રત્‍યે સન્‍માન, કૃતજ્ઞતા અને સંસ્‍કારભાવ વ્‍યકત કરવાના ઉમદા હેતુથી ‘‘વડીલ વંદના કાર્યક્રમ''નું આયોજન કરવામાં આવ્‍યું છે.

સમાજના વડીલો આપણા સંસ્‍કાર, પરંપરા, અનુભવ અને માર્ગદર્શનના અમૂલ્‍ય વારસદાર છે. તેમના આશીર્વાદ અને જીવનના અનુભવો સમાજની નવી પેઢી માટે પ્રેરણારૂપ બની રહે છે. વડીલો પ્રત્‍યે આદર અને સન્‍માન વ્‍યકત કરવા તથા સમાજના પરિવારોને એક મંચ પર જોડવા માટે આયોજીત આ કાર્યક્રમમાં પ૧ વડીલોનું શીલ્‍ડ, સાલ, પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી સન્‍માન કરવામાં આવશે.

કાર્યક્રમ : વડીલ વંદના અને સ્‍નેહમિલન તા. ર૯ રવિવારે બપોરે ર થી ૭, સ્‍થળ : હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ. સમસ્‍ત પ્રજાપતિ સમાજ રાજકોટ દ્વારા સમાજના તમામ પરિવારોને આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ અપાયું છે.

તસ્‍વીરમાં પ્રજાપતિ સમાજના સર્વશ્રી મનસુખભાઇ તલસાણીયા (મો. ૯૪ર૮ર૦૧૩૩ર), બળવંતભાઇ હળવદીયા, ઘનશ્‍યામભાઇ વાડોલીયા, સતીષભાઇ સતાપરા, દિલીપભાઇ સીતાપરા, મહેશભાઇ ભરડવા, રાકેશભાઇ રાવલ, તુષારભાઇ સરવૈયા, છગનભાઇ જાદવ, નરેશભાઇ ઘરોડિયા, મનસુખભાઇ મોજીદ્રા, યોગેશભાઇ ઉનાગર, પ્રફુલભાઇ નડિયાપરા, વિમલભાઇ સંચાણીયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:52 PM IST)