તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
સીંગતેલમાં ૩ દિ'માં પ૦ રૂા.નો ઉછાળો
આજે વધુ ર૦ રૂા.નો ભાવવધારો : ૩ દિ'માં કપાસીયા તેલ રપ રૂા. વધ્યા : કાચા માલની અછતના બહાને ખાદ્યતેલોના ભાવો બેકાબુ

રાજકોટ, તા., ૧૦: સીંગતેલમાં તેજીનો દોર યથાવત રહયો છે. આજે વધુ ર૦ રૂા.નો ભાવવધારા સાથે સીંગતેલમાં ૩ દિવસમાં પ૦ રૂપીયાનો તોતીંગ ભાવધારો થઇ ગયો છે.
સ્થાનીક બજારમાં કાચા માલની અછતના અહેવાલે આજે સીંગતેલમાં વધુ ર૦ રૂા.નો ઉછાળો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા)નો ભાવ ગઇકાલે ૧૭૦૦ રૂા. હતા તે વધીને ૧૭૨૦ રૂા. થયા છે. સીંગતેલ નવા ટીનના ભાવ ર૮૯૦ થી ર૯૪૦ રૂા. હતા તે વધીને ર૯૧૦ થી ર૯૬૦ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂા.નો ભાવવધારો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૪૯પ રૂા. હતા તે વધીને ૧પ૦પ રૂા. અને કપાસીયા ટીનના ભાવ રપ૮પ થી ર૬૪પ રૂા. હતા તે વધીને રપ૯પ થી ર૬૫પ રૂા. થયા હતા. છેલ્લા ૩ દિવસમાં કપાસીયા તેલમાં રપ રૂા.નો ભાવવધારો થયો છે.
ઓઇલ મીલોમાં પીલાણ માટે મગફળી ભેજવાળી આવતી હોવાનું અને કાચા માલની અછતના બહાને સટોડીયાઓ ફરી સક્રિય થતા ખાદ્યતેલોના ભાવો બેકાબુ બન્યાનું ં વેપારી સુત્રોએ જણાવ્યું હતું
(3:24 PM IST)










