<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

લોકમેળામાં ૫૦ ફુડ સ્‍ટોલને હંગામી લાઇસન્‍સ અપાયા

તપાસ દરમિયાન ૧૦ કિલો સડેલા બટેટાનો નાશઃ હાઇજેનીક કંડીશન જાળવવા સૂચના

રાજકોટ, તા. રઃ મહાનગર પાલિકા આરોગ્‍ય શાખા ફુડવિભાગ દ્વારા આજરોજ લોકમેળામાં ફુડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એકટ-ર૦૦૬ હેઠળ ટેમ્‍પરરી ફુડ રજીસ્‍ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

જે અંગે અંદાજીત પ૦ જેટલા ફુડ નિમનેશ ઓપરેટરોના સ્‍ટોલને આવરી લેવાયેલ છે. લોકમેળામાં ફુડ બિઝનેશ ઓપરેટરોને રજીસ્‍ટ્રેશન નોંધતી વખતે વપરાશમાં લેવાતો કાચોમાલ તેમજ શાકભાજી તેમજ પેકીંગને તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

જે પૈકી એક સ્‍ટોલમાં બટેટા ભરેલ બોરી તપાસતા તેમાંથી અંદાજીત ૧૦ કિલો સડેલા બટેટા મળી આવતા સ્‍થળપર નાશ કરવામાં આવેલ છે.

તમામ ફુડ સ્‍ટોલ ધારકોને કાચોમાલ તેમજ પ્રીપેર્ડ ફુડ તપાસીને સંગ્રહ કરવા બાબતે તાકીદ કરેલ છે. તેમજ સ્‍થળ પર હાઇજીનીક કંડીશન જાળવવા બાબતે સુચના આપવામાં આવેલ છે.

રાજકોટ મહાનગર પાલિકાના ફુડ વિભાગની ટીમ તેમજ ખોરાક અને ઔષધિનિયમન ક્ષેત્ર રાજકોટ વર્તુળની ટીમ દ્વારા આવનારા દિવસોમાં સધન ચેકીંગ ચાલુ રહેશે.

 

(3:45 PM IST)