તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 8th October 2026
વિનોદ નગર ખાતે ૪પ વર્ષ જુની ‘નવદુર્ગા પ્રાચીન ગરબી મહોત્સવ'
બાળાઓ દ્વારા મહિષાસુર રાસ, મોગલ માંનો રાસ, ખોડીયાર પરચા રાસ, તલવાર રાસ રજુ કરાશે

રાજકોટ : શહેરમાં કોઠારીયા મેઇન રોડ સ્થિત વિનોદ નગર સોસાયટીમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. છેલ્લા ૪પ વર્ષથી ચાલી આવતી આ પ્રાચીન ગરબીમાં સંસ્કૃતિ અને ભકિતભાવનું અનોખું સંગમ જોવા મળતું હોવાનું જણાવાયું છે.
પ્રાચીન ગરબીમાં કુલ ર૧ બાળાઓ ગરબે ઘૂમશે. બાળાઓ કે વાલીઓ પાસેથી કોઇપણ પ્રકારનો ફાળો લેવામાં આવતો નથી. છેલ્લા એક માસથી બાળાઓ પ્રેકટીસ કરી રહી છે. શિક્ષિકા ભાર્ગવીબેન ભરતભાઇ રાઠોડ તેમજ ભકિતબેન નરેશભાઇ ગઢવી તાલીમ આપી રહ્યા છે.
આકર્ષક પ્રાચીન રાસ : મહિષાસુર રાસ (દેવી મહિષસુરમર્દિની ઝાંખી), મોગલ માંનો રાસ (માં મોગલની આરાધના), ખોડિયાર પરચા રાસ (ખોડલ માંનો પાવન રાસ), તલવાર રાસ તેમજ તાળી રાસ, સાયબો મારો ગોવાળીયો પરંપરાગત રાસ.
આયોજનમાં મંડળના પ્રમુખ નરેશભાઇ ગઢવી-મો. ૯ર૬પ૭૪૧૮૩૧, ઉપ-પ્રમુખ દિલીપભાઇ, મંત્રી રાજેશભાઇ સોલંકી (પીએસઆઇ), સહ-સંચાલકો/વ્યવસ્થાપક તુષારભાઇ રાયચુરા (પટેલ કલાસીસ), પરેશભાઇ સોલંકી, સ્ટેજ સંચાલક ભાનુશંકરભાઇ સેવા આપી રહ્યા છે. ધર્મપ્રેમીજનોએ બાળાઓના રાસ નિહાળવા અનુરોધ કરાયો છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:33 PM IST)










