News of Monday, 27th April 2026
મતદાનના દિવસે ૪૪ ડિગ્રી ગરમી પર લોકશાહીનો વિજય
થયોઃ હવે પરિણામના દિવસે ભાજપનો વિજય થશે આ લોકશાહીમાં ચુંટણીને પર્વ બનાવવા માટે મતદાતાઓનો આભારઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકશાહીના મૂલ્યો ઝળક્યા છે. પ્રચંડ ગરમી અને પડકારોની વચ્ચે પણ રાજ્યના નાગરિકોએ જે રીતે મતદાનમાં ઉત્સાહ દાખવ્યો છે તે બદલ ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે મતદાતાઓનો આભાર વ્યક્ત કરતાં તેમણે આ મતદાનને માત્ર પ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયા નહીં, પરંતુ ‘વિકસિત ભારત ૨૦૪૭'ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક નિર્ણાયક કદમ ગણાવ્યું છે.
આ વખતે ચૂંટણીમાં કુદરતે આકરી કસોટી કરી હતી. ૪૪ ડિગ્રી જેટલી આકરી ગરમી હોવા છતાં ગુજરાતના યુવાઓ, મહિલાઓ, વડીલો અને ખાસ કરીને દિવ્યાંગજનોએ જે રીતે મતદાન મથકો પર પહોંચીને ફરજ નિભાવી છે, તે પ્રસંશનીય છે. સરેરાશ ૫૦-૫૫ ટકાથી વધુ મતદાન એ સાબિત કરે છે કે ગુજરાતની જનતા સજાગ છે. રાજુભાઈ ધ્રુવે આ આકરી ગરમીમાં પણ લોકશાહીને જીવંત રાખવા બદલ ચૂંટણી પંચ અને મતદારો સાથે બૂથ કાર્યકરથી લઈ તમામ નેતાગણ અને મીડિયાનો વિશેષ આભાર માન્યો હતો. આ મતદાન જનતાનો ભાજપ સરકાર પરનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે દેશે અને રાજ્યએ પ્રગતિ કરી છે, તેના પરિણામે જનતાએ ફરી એકવાર વિકાસની રફતારને નવી ઊંચાઈએ લઈ જવાનો નિર્ધાર કર્યો છે. ગુજરાતની જનતા સ્થિરતા અને સુશાસનના પક્ષમાં છે. આવતીકાલે જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થશે, ત્યારે તમામ બેઠકો પર ભાજપની ભવ્ય જીત નિヘતિ છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓ ગ્રામીણ અને શહેરી સ્તરે પ્રગતિના નવા દ્વાર ખોલશે. રાજુભાઈ ધ્રુવના મતે આ ચૂંટણીના પરિણામો આગામી સમયમાં ગુજરાતના સર્વાંગી વિકાસને વેગ આપશે. પાયાના સ્તરે મજબૂત નેતૃત્વ મળવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો સીધો લાભ છેવાડાના માનવી સુધી પહોંચશે, જે અંતે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પાયાનો પથ્થર સાબિત થશે.
શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થવા બદલ રાજુભાઈ ધ્રુવએ વ્યવસ્થાપન સાથે જોડાયેલા તમામ સ્તંભોની પ્રશંસા કરી છે. વહીવટી તંત્રમાં રોકાઈ રાત-દિવસ એક કરનાર તમામ શ્રેણીના અધિકારીઓ અને કર્મચારીઓ, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખનાર સુરક્ષા દળ તેમજ પોલીસ સ્ટાફ, ભાજપના બૂથ લેવલના કાર્યકરો અને નેતાઓ જેમણે પ્રત્યેક મતદાર સુધી પહોંચીને જાગૃતિ ફેલાવી ઉપરાંત મીડિયાના મિત્રો સહિત સર્વેનો આભાર રાજુભાઈ ધ્રુવે વ્યક્ત કરી ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમ અખબારી યાદીના અંતમાં જણાવાયું છે
(3:07 PM IST)










