<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

માલિયાસણ ચોકડી પાસે પટમાં જૂગાર રમતાં ૪ શખ્‍સ પકડાયા

કુવાડવા પોલીસે રાજકોટ અને શુકલ પીપળીયાના રોહિત, ચેતન, રવિ, સલિમને પકડી ૧૩૩૫૦ની રોકડ કબ્‍જે કરી

રાજકોટ તા. ૨૪: કુવાડવા નજીક માલિયાસણ ચોકડી બાયપાસ પર ડમ્‍પીંગ હાઉસ નજીક કનૈયા પાનથી આગળ  ખુલ્લા પટમાં તિનપત્તીનો જૂગાર રમતાં રાજકોટના ૪ શખ્‍સોને કુવાડવા રોડ પોલીસે પકડી લઇ રૂા. ૧૩૩૫૦ની રોકડ કબ્‍જે કરી હતી.

દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા ટીમ પેટ્રોલીંગમાં  હતી ત્‍યારે કોન્‍સ. જયદિપભાઇ ધોળકીયા, ભાવેશભાઇ મકવાણા, કુશલભાઇ જોષીને મળેલી બાતમી પરથી દરોડો પાડવામાં આવ્‍યો હતો. પોલીસે રોહિત સવજીભાઇ કુંડારીયા (ઉ.વ. ૩૭, રહે. હરીધવા રોડ ન્‍યુ સુભાષનગર-૧), ચેતન કાળુભાઈ કાતડ (ઉ.વ. ૩૨, રહે. ભગવતીપરા ત્રિમુતી ર્ચોક), રવિ નાગજીભાઈ મકવાણા (ઉ.વ. ૩૧, રહે. રણછોડદાસ બાપુના આશ્રમ પાસે, ચામુંડા સોસાયટી કુવાડવા રોડ) તથા સલીમ હેમતભાઇ માણેક (ઉ.વ. ૪૮, રહે. શુકલ પીપળીયા, રાજકોટ)ને પકડી લઇ રોકડ-ગંજીપાના કબ્‍જે કર્યા હતાં. પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં એએસઆ કે. વી. જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(2:51 PM IST)