<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ધોળીધારથી સુરાપુરાના દર્શને કરી રાજકોટ તરફ આવી રહેલા પરિવારના ૪ને ઇજા

રીબડા પાસે રિક્ષાને પાછળથી ટ્રેકટરે ઉલાળી દીધી : કોઠારીયા સોલવન્‍ટના અજયભાઇ મુંજારીયાના પત્‍નિ પાયલબેન, દિકરા, દિકરીને ઇજાઃ અજયભાઇ અને તેના ભાઇ અભયનો બચાવ

 

રાજકોટ તા. ૧૧: રીબડા બ્રીજ નજીક રિક્ષાને પાછળથી ટ્રેકટરે ઠોકરે ચડાવતાં રિક્ષામાં બેઠેલા રાજકોટના કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારના પરિવારના ચાર લોકોને ઇજા થઇ હતી. સુરાપુરાના દર્શન કરી ધોળીધારથી રાજકોટ પરત આવતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા સોલવન્‍ટમાં રહેતાં અજયભાઇ અતુલભાઇ મુંજારીયા (ઉ.વ.૨૯) ગઇકાલે પોતાના ભાઇ અભય મુંજારીયા (ઉ.વ.૨૩) તથા પત્‍નિ પાયલબેન (ઉ.વ.૨૫), દિકરી પલક (ઉ.વ.૧૨) અને દિકરો નૈતિક (ઉ.વ.૨)ને રિક્ષામાં બેસાડી જામકંડોરણાના ધોળીધાર ખાતે સુરાપુરા દાદાના દર્શન કરવા ગયા હતાં.

ત્‍યાંથી સાંજે બધા પરત આવી રહ્યા હતાં ત્‍યારે રિક્ષા અજયભાઇના નાના ભાઇ અભય મુંજારીયા ચલાવી રહ્યા હતાં. રીબડાના બ્રીજ પાસે પહોંચ્‍યા ત્‍યારે પાછળથી ટ્રેકટરે રિક્ષાને ઉલાળી દેતાં રિક્ષા પલ્‍ટી મારી ગઇ હતી. જેમાં અજયભાઇના પત્‍નિ, દિકરા, દિકરી અને ભાઇને ઇજા થઇ હતી. અકસ્‍માત સર્જી ટ્રેકટર સાથે ચાલક ભાગી ગયો હતો.  ઇજાગ્રસ્‍તોને સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(10:50 AM IST)