તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
શહેરના ૪૯ વોંકળામાંથી ૩૮૬૯ ટન કચરાનો નિકાલઃ ચોખ્ખા ચણાંક
પ્રી-મોન્સુન સફાઇ કામગીરીનું નિરીક્ષણ કરતા સ્ટે. ચેરમેન પરેશ પીપળીયા

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોંકળા સફાઈ પ્રી-મોન્સુનની કામગીરી તારીખ ૦૧એપ્રિલ થી ચાલુ કરવામાં આવેલ છે, જેમાં હાલ સુધીમાં પૂર્વ ઝોનના ૨૯ નાના મોટા વોકળા માંથી ૨૨ વોંકળા, મધ્ય ઝોન ૨૩ નાના મોટા વોકળા માંથી ૧૮ વોંકળા, પヘમિ ઝોન ૧૧ નાના મોટા વોકળા માંથી ૯ ની સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. એમ કુલ ૬૩ વોકળા માંથી ૪૯ જેટલા વોકળાની સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
શહેરમાં મોટા વોકળા ર૭ નાના વોકળા ૩૬ એમ કુલ ૬૩ વોકળા આવેલ છે. જેની અંદાજીત લંબાઇ ૬પ૯પ૦ મીટર થાય છે. ત્રણેય ઝોનમાં મેન્યુઅલી સફાઇ કામગીરી માટે ૩૧ મજુર કર્મચારી દ્વારા વોકળા સફાઇ કરવામાં આવે છે.
વોકળા સફાઇ એકશન પ્લાન મુજબ ૧પ જુન સુધીમાં પૂર્વ ઝોનના ૭, મધ્ય ઝોનના પ, પヘમિ ઝોનના ર, એમ કુલ બાકી રહેલ ૧૪ નાના મોટા વોકળાની સફાઇ કામગીરી જે.સી.બી./ડમ્પર/ટ્રેકટર દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પિપળીયા જણાવે છે કે, વોર્ડ નં.૦૪ જુનો મોરબી રોડ હેઠળ જુની વોર્ડ ઓફિસ, ચામુંડા સોસાયટી,રણછોડદાસજી બાપુ આશ્રમ, રોહિતદાસપરા, ચામડીયાપરા ત્યાંથી ધોળકિયા સ્કૂલ પાસે વોંકળા સફાઇના સ્થળની મુલાકાત લઇ કામગીરીની સમિક્ષા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પિપળીયા દ્વારા કરવામાં આવેલ અને કામગીરીના સ્ટેટ્સ વિશે વિગતો મેળવેલ. આ સમયે ઇસ્ટ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર, વોર્ડના સેનીટરી ઇન્સપેક્ટર સહિતના સ્ટાફ હાજર રહેલ, જેઓને એક્શન પ્લાન મુજબ તમામ વોંકળાની સદ્યન સફાઇ કામગીરી ચોમાસાની શરૂઆત પહેલાંજ પૂર્ણ કરવા સુચના આપેલ હતી.
આ મુલાકાત દરમ્યાન વોર્ડના કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, રાજેશ્રીબેન માલવીયા, કાળુભાઇ કંગશીયા, શ્રી ભરતભાઇ લીંબાસીયા, તેમજ વોર્ડ સંગઠનના હોદ્દેદારો કાનાભાઇ ડંડૈયા, ચંદુભાઇ ભંડેરી, કાનાભાઇ ઉધરેજા, વિપુલભાઇ પટેલ, તેમજ સમાજના અગ્રણી વિનુભાઇ પારધી તથા સ્થાનિક લતાવાસીઓ હાજર રહ્યા હતા
(2:58 PM IST)










