તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
થોરાળામાં ૩૮ વર્ષના સંજયભાઇ રાઠોડનું તાવ આવ્યા બાદ મોત
વીસેક દિવસથી તાવ આવતો હતોઃ એકાએક બેભાન થઇ ગયા બાદ મૃત્યુઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૩૦: નવા થોરાળામાં બાલકસાહેબની જગ્યા સામે રહેતાં સંજયભાઇ જેરામભાઇ રાઠોડ (ઉ.વ.૩૮) નામના યુવાનનું તાવ આવ્યા બાદ તબીયત બગડતાં મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. સંજયભાઇ ગત સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર સંજયભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને કારખાનામાં મજુરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. સગાના કહેવા મુજબ સંજયભાઇને વીસેક દિવસથી તાવ હોઇ દવા-સારવાર ચાલુ હતાં. ગઇકાલે એકાએક બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયું હતું. થોરાળા પોલીસે એડી નોંધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું
(3:57 PM IST)










