તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
ગોંડલ પંથકમાં જુગારના ૩૮ દરોડાઃ ૧૫ પકડાયા
બાઇક - કાર રોકડ સહિત ૧૭ લાખનો મુદ્દામાલ કબ્જેઃ ભીમઅગિયારસે જુગારના હાટડા ઉપર પોલીસે દરોડા પાડી જુગારીઓના રંગમાં ભંગ પાડયો

રાજકોટ, તા. ૨૬: જીલ્લામાં ભીમઅગિયારસે જુગારના વધુ ત્રણ દરોડામાં ગોંડલ પોલીસે ઘોઘાવદર, વિજયનગર અને જિયાન ફાર્મ હાઉસમાં બાતમી આધારિત રેડ પાડી ૧૭ લાખના મુદ્દામાલ સાથે ૧૫ જુગારીને ઝડપી લીધા હતા.
જાણવા મળ્યા મુજબ ગોંડલના શૈલેષભાઇ મુળજીભાઈ શીંગાળાના જીયાન ફાર્મ હાઉસમાં જુગાર રમાતો હોવાની બાતમી હેડ કોન્સ. જયદીપસિંહ રાણા ને મળતા સ્ટાફે બાતમી આધારિત દરોડો પાડી જુગાર રમતા શૈલેષ મુળજીભાઈ શીંગાળા (રહે. વાઘવાડી, ગોંડલ ), નરેન્દ્ર વલ્લભભાઈ રૈયાણી (રહે. બાંદ્રા ગામ), ધીરુ લક્ષમણભાઈ પારખિયા (રહે.શ્રી નગર સોસાયટી ગોંડલ), દીનેશ ગોરધનભાઈ પીપળવા (રહે. વાઘવાડી, ગોંડલ ), છગન મુળજીભાઈ શીંગાળા (રહે. શ્રી નગર સોસાયટી, ગોંડલ)ને ઝડપી લઇ જુગારના પટ માંથી રોકડ, કાર, બાઈક અને મોબાઈલ મળી કુલ. રૂ. ૧૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
બીજા દરોડામાં ઘોઘાવદરમાં ધોળીધાર વિસ્તારમાં જીવણબાપાની દેરી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની કોન્સ. જયેન્દ્રભાઈ પરમારને બાતમી મળતા સ્ટાફ સાથે દરોડો પાડી જુગાર રમતા હિતેશ બચુભાઈ સુરાણી, રજનિક જશવંતભાઈ જેઠવા, દિવ્યેશ વીરજીભાઈ વિરડીયા, હિતેશ કાનજીભાઈ મકવાણા (રહે. તમામ ઘોઘાવદર ગામ) વાળાને ઝડપી લઇ રોકડા રૂ. ૪૭,૩૦૦, એક્ટિવા અને મોબાઈલ મળી કુલ. રૂ. ૯૩ હજારનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ત્રીજા દરોડામાં ગોંડલ બી ડિવીઝન પોલીસે ગોંડલ, વિજયનગર, ખોડીયાર માતાજીની ધાબી પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) અજયભાઇ ઉર્ફે કુડલો માવજીભાઇ સોલંકી, ધંધો.મજુરી રહે.ગોંડલ, શ્રી હોટલ સામે, ઝુપડામાં (ર) માવજીભાઇ વિરજીભાઇ સોલંકી ધંધો.મજુરી, રહે.ગોંડલ, વિજયનગર, મોફતીયાપરા, (૩) ધરમભાઇ માવજીભાઇ સોલંકી, ધંધો.મજુરી, રહે.ગોંડલ, વિજયનગર, મોફતીયાપરા, (૪) મનસુખભાઇ ભીમાભાઇ સોલંકી, ધંધો.મજુરી, રહે.ગોંડલ, વિજયનગર, મોફતીયાપરા, (પ) ઉમેશભાઇ પ્રવિણભાઇ સોલંકી ધંધો.રી.ડ્રા., રહે.ગોંડલ, વિજયનગર, મોફતીયાપરા તથા (૬) દિનેશભાઇ વજુભાઇ સોલંકી ધંધો.મજુરી, રહે.ગોંડલ, વિજયનગર, મોફતીયાપરા, તા.ગોંડલને રોકડા રૂ.૧૦,૨૫૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી
(4:01 PM IST)










