<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

મનપાના ૧-ર-૩ BHKના ૧૦૮૦ સામે ૩૭૭૮ અરજીઓ આવી

વિવિધ વિસ્‍તારમાં ખાલી રહેલ આવાસ માટે ફોર્મ બહાર પડતા ઇડબ્‍યુએસનાં ર૩૬૧, એલઆઇજીના ૭ર૪ તથા એમઆઇજીના ૬૯૩ સહિત કુલ ૩૭૭૮ ફોર્મ ભરાયાઃ ચકાસણી બાદ ટુંક સમયમાં ડ્રો

રાજકોટ, તા. ૭: મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા રૂા. બે લાખની કિંમતવાળા અને એલઆઇજી, એમઆઇજી આવાસ વેંચાણ માટે ફોર્મ બહાર પાડવામાં આવ્‍યા બાદ આજ સુધીમાં ર૩૬૧ ફોર્મ ર બીએચકેના ૭ર૪ તથા ૩ બીએચકેના ૬૯૩ સહિત કુલ ૩૭૭૮ ફોર્મ જમા થયા છે.

કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ બાદ ડ્રોથી ફાળવણી કરવામાં આવશે તેમ વિભાગે જણાવ્‍યું હતું. મહાપાલિકા દ્વારા ૧૬ વર્ષ પહેલા પોપટપરા અને બીશપ હાઉસ પાછળ ૧ બીએચકે ર-લાખના ૧૦પ૭ કવાર્ટર બનાવવામાં આવ્‍યા હતા. દરમ્‍યાન હવે રૂા. બે-બે લાખમાં આ ફલેટ વેંચવા લાયકાતના ધોરણે અરજીઓ મંગાવવામાં આવતા અંતિમ દિવસ સુધીમાં ૧૦પ૭  ફલેટ સામે ર૩૦૦થી વધુ અરજી આવી છે.

જયારે મવડી પાળ રોડ પર આવેલ ર બીએચકેના ખાલી ૬ સામે ૭ર૪ તથા નાના મવા રોડ, વિમલનગર, દ્વાકાધીશ હાઇટસની સામે, મવડી પાળ રોડ પર આવેલ ૩ બીએચકેના ૧૭ સામે ૬૯૩ અરજીઓ આવી છે. આમ કુલ ૩૭૭૮ ફોર્મ ઓનલાઇન કાલે અંતિમ દિવસ સુધીમાં આવ્‍યા છે. અરજદારોના ફોર્મની ચકાસણી બાદ માન્‍ય રહેલા ફોર્મમાંથી ટુંક સમયમાં ડ્રો કરવામાંઆવશે તેમ સુત્રોએ જણાવ્‍યુ હતું.

કયા ફલેટ માટે કેટલી અરજીઓ આવી

કેટેગરી                 આવાસની ખાલી સંખ્‍યા        અરજીઓ

EMS (1 BHK)        ૧૦પ૭         ર૩૬૧

LIG (2 BHK) ૦૬             ૭ર૪

MIG (3 BHK)        ૧૭             ૬૯૩

કુલ             ૧૦૮૦         ૩૭૭૮

(3:15 PM IST)